રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ફરી એકવાર આવી જ એક માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે અકસ્માત માટે ધીરે-ધીરે ભયજનક સાબિત થઈ રહ્યો છે.
અધૂરો નેશનલ હાઇવે તથા સૂચન બોર્ડ અને ડિવાઈડરના અભાવે અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલમાં જ હિંડોરણા ભઢામાં કામ કરતા મજૂર પરિવાર વતન માણસા ગામ તરફ જઈ રહ્યાં હતા ત્યારે જાફરાબાદના કાગવદર નજીક બાઇક તથા બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતાં માતા રમીલાબેન રમેશભાઈનું ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આની સાથે જ પુત્ર પિયુષ રમેશભાઈ તથા પિતા રમેશભાઈ અરજણભાઈ કવાડ બંને વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે. ઘટનાસ્થળ પર જ નાગેશ્રી પોલીસ પહોંચી ગઈ હતી. મૃતક મહિલાની બોડી રાજુલા હોસ્પિટલમાં આવ્યા હોવાંનાં સમાચાર મળતાની સાથે જ પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકી, કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાંખટ, સંજયભાઈ સાંખટ, કાનભાઈ વગેરે કોળી સમાજ યુવા કાર્યકરો મદદ કરવાં માટે પહોંચી ગયા હતા.
આની સાથે જ અકસ્માત સર્જનારની વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે રાજુલાના કોવાયા ગામ પાસે બાઇક ચાલક ભરતભાઇ સામતભાઈ ખસિયાનું બાઇક સ્લીપ મારી થતા મોત થયું હતું. તપાસ કરવાં માટે પીપાવાવ મરીન પોલીસ પહોંચી ગઈ હતી.
અકસ્માતની આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થવાંથી શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. ભાવનગર નેશનલ હાઇવે પર સતત વધતા જતાં અકસ્માતનાં મામલે પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા નેશનલ ઓથોરિટીના અધિકારીઓને તાકીદે ટેલિફોન દ્વારા રોડ જરૂરી સાઈડો ઉભી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle