ઘરે ૨૦૦ મહેમાન રાહ જોતા હતા ને, દીકરાના જન્મદિનનો સામાન લેવા ગયેલા પિતાને ભરખી ગયો કાળ- જુઓ મોતનો LIVE વિડીયો

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દરરોજ ન જાણે કેટલાય લોકોના અકસ્માતને કારણે અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના…

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દરરોજ ન જાણે કેટલાય લોકોના અકસ્માતને કારણે અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, રાજસ્થાન (Rajasthan)ના પાલી (Pali)ના બર-બનાડ હાઈવે(Bur-Banad Highway) પર ઝડપથી આવતી SUVએ બાઈકચાલકને ટક્કર મારી છે. ટક્કર એટલી જોરદાર હતી કે ખેડૂત બાઈક સાથે 50 ફૂટ સુધી પડ્યો હતો. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોડી રાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, આ ઘટના રવિવારના રોજ સાંજે બની હતી. જેમાં પાલીના બરના રહેવાસી ભેરારામ બાગડી(46) રવિવારે સાંજે બાઈકથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેમના પુત્રનો જન્મદિન હતો અને ઘરે પાર્ટીમાં લગભગ 200 મહેમાન હતા. ભેરારામ થોડો સામાન લેવા માટે બજારમાં આવ્યા હતા અને પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે બર-બનાડ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી SUVએ તેને ટ્ક્કર મારી હતી.

SUV ડિવાઈડર પર ચઢી ગઈ:
ઘટના એટલી ખતરનાક હતી કે ખેડૂત બાઈક સાથે 50 ફૂટ જેટલું ઘસડાયો હતો. તેની બાઈક બીજી તરફથી આવી રહેલા ટ્રક નીચે આવી ગઈ હતી. આ દરમિયાન ટક્કર મારનાર SUV ડ્રાઈવર પણ કન્ટ્રોલ કરી શક્યો નહોતો અને તે ડિવાઈડર પર ચઢી ગઈ હતી. એ પછીથી તે ગાડીમાંથી ઊતરી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રનો જન્મદિવસ હતો:
મૃતકના દોસ્ત કાનસિંહ ઈદાએ જણાવ્યું હતું કે, રવિવારે ભેરરામના પુત્ર દીપકનો 21મો જન્મદિવસ હતો. ઘર પર 200 મહેમાનનો જમણવાર રાખવામાં આવ્યો હતો. રસોઈયાએ કેટલોક સામાન મગાવ્યો હતો. એને લેવા માટે ભેરારામ બાઈક પર બજારમાં ગયો હતો. આ દરમિયાન આ ગોઝારો અકસ્મતા સર્જાતા તેમનું કરુણ મોત નીપજયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *