ગુજરાતની આદિવાસી મહિલાઓ દ્વારા ચાલતી બેકરીનાં બિસ્કીટનો ડંકો વાગ્યો વિદેશમાં, એકસાથે આટલા કિલોનો મળ્યો ઓર્ડર

હાલમાં પુરુષોની સમકક્ષ ઉભા રહીને મહિલાઓ કમાણી કરી રહી છે ત્યારે હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી આવી જ એક મહિલાના સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલ વીસડાલિયા ક્લસ્ટર દ્વારા ચલાવવામાં આવતી મહિલા બેકરીની ઓળખ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રસરાઈ ગઈ છે.

આદિવાસી બહેનો દ્વારા બનાવવામાં આવેલ બિસ્કિટ હવે સુરત પછી કેનેડામાં પણ પ્રખ્યાત થવા માટે જઈ રહ્યા છે. વિસડાલિયા ખાતે વન વિભાગના સૌજન્યથી મહિલાઓ એક બેકરી ચલાવી રહી છે. આ બેકરીમાં વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવવામાં આવે છે. આ બિસ્કિટનો કેનેડાથી ઓર્ડર મળતાં બેકરીમાં કામ કરતી મહિલાઓમાં આનંદ વ્પાપી ગયો હતો.

હવે સુરતનાં માંડવીમાં આવેલ વીસડાલિયાની મહિલા બેકરીના બિસ્કિટ કેનેડામાં પણ વખણાશે. સુરત જિલ્લાનાં વીસડાલિયામાં આવેલ બેકરીની ઓળખ હવે વિદેશમાં થઈ રહી છે. વન વિભાગના સૌજન્યથી ચલાવવામાં આવતી બેકરીમાં મહિલાઓ કામ કરી રહી છે. આની સાથે જ બેકરીનું સંચાલન પણ મહિલાઓ જ કરે છે.

બેકરીમાં વીસડાલિયા તથા આસપાસના ગામની આદિવાસી બહેનો કામ કરીને રોજગારી મેળવે છે. બેકરીમાં વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવવામાં આવે છે. મહિલાઓ દ્વારા ચલાવવમાં આવતી બેકરીમાં ખારી, ટોસ, નાનખટાઇ, મખાણીયા, કુકિસ જેવા બિસ્કીટ બનાવવામાં આવે છે ત્યારે બેકરીના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બિસ્કિટની ઓળખને લીધે મહિલાઓને વિદેશથી બિસ્કિટનો ઓર્ડર મળ્યો છે.

મહિલાઓને વિદેશથી કુકિસ બિસ્કિટનો ઓર્ડર મળતાં બેકરીમાં કામ કરતી મહિલાઓમાં આનંદ વ્યાપી ગયો છે. છેલ્લા 6 મહિનાથી વીસડાલિયા ગામમાં મહિલાઓ બેકરી ચલાવી રહી છે. પહેલા બેકરીને સુરત જિલ્લામાંથી જ બિસ્કીટોના ઓર્ડર મળતાં હતા પણ બિસ્કિટની શ્રેષ્ઠ ગુણવત્તાની સાથે જ સ્વાદને લીધે હવે આદિવાસી બહેનો દ્વારા ચલાવવામાં આવતી બેકરીના બિસ્કિટો વિદેશમાં પહોંચશે.

સુરતના એક વેપારી દ્વારા બેકરીને કેનેડાથી કુલ 1,200 કિલો કુકિસ બિસ્કિટનો ઓર્ડર મળ્યો છે ત્યારે કેનેડાથી બિસ્કિટનો ઓર્ડર મળતાં બેકરીની મહિલાઓ કુલ 1,200 કિલો બિસ્કિટ બનાવવા માટેના કામમાં લાગી ગઈ છે. વિદેશથી કુકિસ બિસ્કિટનો આવો મોટો ઓર્ડર મળતાં મહિલાઓ ઉત્સાહભેર બિસ્કિટનો ઓર્ડર તૈયાર કરી રહી છે.

વિદેશમાંથી ભારતમાં તો ઘણી વસ્તુ આવતી હોય છે પણ ભારતમાંથી વિદેશ એ પણ સુરત જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારમાંથી વિદેશમાં બિસ્કિટ જેવી વસ્તુનો ઓર્ડર મળતા માંડવીની આદિવાસી લોકોમાં પણ આનંદ વ્યાપી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *