ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા ઉમેદવારી લિસ્ટ જાહેર તે પહેલા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉમેદવારો(BJP candidates)ને ટેલિફોનિક જાણકારી આપી હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફોર્મ્યુલા અગાઉ ભાજપ મંત્રીમંડળ ફેર બદલ વખતે હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે દિલ્હી ભાજપ હાઈકમાન્ડમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે મોડી રાત સુધી બેઠક ચાલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલાં જ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દેવામાં આવી છે. ટેલિફોનિક જાણકારી આપીને ઉમેદવારોને અવગત કર્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી આજે સતાવાર યાદી જાહેર કરે તે પહેલા ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે મોડીરાતથી ટેલિફોન કરીને ઉમેદવારોને જાણ કરવાનું શરૂ કરી દીધું છે.
ભાજપના આ ઉમેદવારોને ફોન કર્યાની યાદી:
જો વાત કરવામાં આવે તો સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં CM ભૂપેન્દ્ર પટેલ ટિકિટ નિશ્ચિત, મંત્રી જગદીશ પંચાલની પણ ટિકિટ ફાઈનલ, અમદાવાદ શહેરમાં બે MLA સિવાય તમામ નવા ચહેરા હશે, જામનગર શહેરમાં લાગશે નો રિપિટ થિયરી, રાજકોટમાં પણ લાગશે નો રિપિટ થિયરી, વડોદરામાં પણ લાગશે નો રિપિટ થિયરી
સુરતમાં થોડા ધારાસભ્યોને કરાશે રિપિટ, ગીર સોમનાથમાં નો રિપીટ થિયરી, ગીર સોમનાથથી જશા બારડનું પત્તુ કપાયું, માનસિંહ પરમારને ટિકિટ મળ્યાનો દાવો, તલાલા ભગા બારડને ટિકિટ મળ્યાનો દાવો, ગઢડા બેઠક પર શંભુ, પ્રસાદ ટુંડિયા પણ મેદાનમાં, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયાને ટિકિટ, લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાને ટિકિટ
વલસાડની ચારેય બેઠક રિપીટ કરાઈ, વલસાડ શહેર બેઠક પર ભરત પટેલને ટિકિટ, પારડી બેઠક પર કનુભાઈ દેસાઈને ટિકિટ, કપરાડા બેઠક પર મનુભાઈ રાઉતને ટિકિટ, ઉમરગામ બેઠક પર રમણલાલ પાટકરને ટિકિટ આપી હોવાનો દાવો.
જો વાત કરવામાં આવે તો વઢવાણ બેઠક પર જીગ્નાબેન પંડ્યા, ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા, લીંબડીથી કિરીટસિંહ રાણા, ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ, ગીર સોમનાથ બેઠક પર માનસિંહ, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા, વલસાડ બેઠક પર ભરત પટેલ, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ઉમરગામ બેઠક માટે રમણ પાટકર, પારડીથી કનુભાઈ દેસાઈ, રાજકોટ પશ્ચિમથી કમલેશ મીરાણી, અમદાવાદના નિકોલથી જગદીશ પંચાલ, વિસાવદરથી હર્ષદ રીબડીયાને ટિકિટ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પોરબંદરથી બાબુ બોખરીયા, વિરમગામથી હાર્દિક પટેલ, રાજકોટ-૭૦ રમેશ ટિલાળા, રાજકોટ ૬૯ – દર્શનાબેન શાહને ટીકીટ આપી હોવાનો દાવો, વિસાવદરથી હર્ષદ રિબડીયા, કોડીનારથી ડો. પ્રધુમન વાજા, જામનગર દક્ષિણ ૭૯ થી રીવાબા જાડેજા, ખેડબ્રહ્માથી અશ્વિન કોટવાલને ટીકીટ આપી હોવાનો દાવો.
171 વ્યારા વિધાનસભા માટે તાપી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મોહન કોંકણીને ટિકિટ આપી હોવાનો દાવો, કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા બેઠક પર ભાજપે મોહન કોંકણીને મેદાને ઉતર્યા હોવાનો દાવો, 172 નિઝર વિધાનસભા બેઠક પર તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીતને ટીકીટ આપી હોવાનો દાવો,બન્ને ઉમેદવારોને રાતે ટેલીફોનીક જાણ કરવામાં આવી. હાલ તાપી જિલ્લાની બને બેઠકો કોંગ્રેસ પાસે છે. માંગરોળ બેઠક પરથી સિનિયર મંત્રી ગણપત વસાવાને કરાયા રિપીટ કરાયાનો દાવો, માંગરોળ બેઠક પરથી સિનિયર મંત્રી ગણપત વસાવાને મોડી રાત્રે ફોન કરી જાણકારી અપાઈ છે. 2007થી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે. 6 થી વધુ વાર ભાજપે રિપીટ કર્યા છે.
ટંકારા પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ને ટીકીટ આપી હોવાનો દાવો, વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપના પીઢ આગેવાન જીતુભાઈ સોમાણીને ટીકીટ આપી હોવાનો દાવો, મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ટીકીટ આપી હોવાનો દાવો. વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મોરબીથી ટિકિટ કપાય હોવાનો દાવો.
અબડાસા બેઠક પર ભાજપ દ્વારા પ્રધ્યુંમનસિંહ જાડેજાને ટિકિટ મળી હોવાનો દાવો, વિરેન્દ્ર સિંહ જાડેજાને રાપરમાં ટિકિટ મળી હોવાનો દાવો, માલતી મહેશ્વરી ગાંધીધામથી રિપીટ, અંજાર સીટમાં ત્રિકમ બીજલભાઈ છાંગા ત્રિકમ માસ્તરને ટિકિટ મળી હોવાનો દાવો, ભુજ બેઠક ઉપર કેશુભાઈ પટેલને ટિકિટ મળી હોવાનો દાવો, માંડવી મુંદ્રા અનિરુદ્ધ દવેને ટિકિટ મળી હોવાનો દાવો.
આ તમામ બેઠક પર ઉમેદવારને રિપીટ કરાયા:
મળતી માહિતી અનુસાર, સુરત ઈસ્ટમાં અરવિંદ રાણાને રિપીટ કરાયાનો દાવો, સુરત નોર્થમાં કાંતિ બલ્લરને રિપીટ કરાયાનો દાવો, વરાછામાં કિશોર કાનાણીને રિપીટ કરાયાનો દાવો, કરંજમાં પ્રવીણ ઘોધારીને રિપીટ કરાયાનો દાવો, લિંબાયતમાં સંગીતા પાટીલને રિપીટ કરાયાનો દાવો, ઉધનામાં મનુભાઈ પટેલને રિપીટ કરાયાનો દાવો, કતારગામમાં વીનુ મોરડિયાને રિપીટ કરાયાનો દાવો, મજૂરાથી હર્ષ સંઘવીને રિપીટ કરાયાનો દાવો, સુરત વેસ્ટથી પૂર્ણેશ મોદીને રિપીટ કરાયાનો દાવો, કામરેજથી વી.ડી.ઝાલાવડિયાને રિપીટ કરાયાનો દાવો, વ્યારા વિધાનસભા માટે મોહન કોંકણીને ટિકિટ, નિઝર વિધાનસભા બેઠક પર ભાજપ પ્રમુખ જયરામ ગામીતને ટિકિટ આપી હોવાનો દાવો.
વધુમાં જણાવીએ તો, માંગરોળ બેઠક પરથી સિનિયર મંત્રી ગણપત વસાવાને કરાયા રિપીટ, અંકલેશ્વરમાં ધારાસભ્ય પદ માટે ઇશ્વરસિંહ પટેલની ટિકિટ કન્ફર્મ, વાગરાથી અરુણસિંહ રાણાને રિપીટ કરાયાનો દાવો,જબુંસર ડી.કે સ્વામીને ટિકિટ ફાઇનલ, ઝઘડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે રીતેશ વસાવાના નામ પર મોહર, નવસારીની જલાલપોર વિધાનસભા બેઠક પર આર.સી.પટેલ ને ફરી રીપીટ કરાયા, સુરતની વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની ટિકિટ ફાઈનલ, પૂર્વ મંત્રી કુમાર કાનાણીને ટિકિટ મળી હોવાનો દાવો, મને મોડી રાત્રે ફોન આવી ગયો છે: કુમાર કાનાણી, જામકંડોરણાથી જયેશ રાદડિયાને ટીકીટ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.