2 વર્ષ જુના દુષ્કર્મ કેસમાં ભાજપ ધારાસભ્યને થઈ આજીવન કેદની સજા, 25 લાખ નો દંડ

ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ કર્યો છે. 2017માં કુલદીપ અને તેના સાથીઓએ ઉન્નાવમાં છોકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ કર્યું હતું. જુલાઈ 2019માં પીડિતાની કાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને માસીનું મોત થયું હતું. પીડિતા અને તેના વકીલ ત્યારથી દિલ્હી એમ્સમાં દાખલ છે. સેંગર પર આ અકસ્માત કરવવાનો પણ આરોપ લાગ્યો હતો, જોકે તપાસમાં તેને ક્લીનચીટ આપવામાં આવી હતી.

આ પહેલા ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસના દોષી ધારાસભ્ય કુલદીપ સેંગરની સજા પર શુક્રવારે દિલ્હી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. આ પહેલા મંગળવારે પણ કોર્ટમાં કુલદીપની સજા પર દલીલ થઈ હતી. સોમવારે કોર્ટે કુલદીપને સગીર છોકરીનું અપહરણ કરીને દુષ્કર્મ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.

મંગળવારે સજા પર થયેલી દલીલ દરમિયાન સીબીઆઈએ દોષી ધારાસભ્ય માટે વધુ સજાની માંગ કરી અને પીડિત માટે યોગ્ય વળતરની માંગ કરી હતી. જ્યારે સેંગરના વકીલે કોર્ટને તેની ઓછી સજા કરવા માટે રજૂઆત કરી હતી. વકીલે કહ્યું હતું કે સેંગરને બે સગીર છોકરીઓ છે અને પહેલાનો કોઈ આપરાધિક રેકોર્ડ પણ નથી. આ કારણે સજા સંભળાવતી વખતે આ બાબતો પર પણ વિચાર કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *