ભાજપા નેતા પર દિલ્હીમાં રમખાણો ભડકાવવાનો આરોપ, ખુદ પ્રધાનમંત્રી મોદીને પણ ISI એજેંટ કહી દીધા છે

ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં બનેલા છે. હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમને શાહદરા વિસ્તારના ડીએસપીની ઉપસ્થિતિમાં કહ્યું હતુ કે, જો પૂર્વોત્તર દિલ્હીમાં સીએએના વિરોધમાં પ્રદર્શન કરનારા લોકો ત્રણ દિવસની અંદર હશે નહીં તો પોલીસની પણ સાંભળવામાં આવશે નહીં અને રસ્તાઓ ઉપર ઉતરશે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે કપિલ મિશ્રાના નિવેદનને રમખાણો ફાટી નિકળવા પાછળ કારણભૂત ગણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, જે દિવસે મિશ્રાએ આ નિવેદન આપ્યું હતુ કે, તેના આવતા દિવસથી જ દિલ્હીના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે રમખાણો ફાટી નિકળ્યા હતા.

મિશ્રાના નિવેદન પછી મંગળવારે ટ્વિટર પર #HarHinduKapilMishra નામથી હેશટેગ ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યું. તેમાં તે પ્રશ્ન ઉભો થાય છે કે, આ કઈ આઈટી સેલે ટ્રેન્ડ કરાવ્યું. આ કોઈ નવી વાત નથી કે, કપિલ મિશ્રાએ આવી રીતના નિવેદન આપ્યો હોય. તેમના નિવેદન સતત વિવાદ વધારતા આવ્યા છે.

મિશ્રાએ મંગળવારે પૂર્વોત્તર દિલ્હીમાં ચાલી રહેલા રમખાણો વચ્ચે વિવાદીત ટ્વિટ કર્યો. જેમાં લખ્યું છે કે, ‘દિલ્હીમાં બીજુ શાહિનબાગ બનવા દઈશું નહીં.’

ખુદ PM મોદીને ISISના આતંકી ગણાવી ચુક્યા છે

મિશ્રા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે તેને નરેન્દ્ર મોદી ઉપર પણ નિશાન સાધ્યો હતો. મિશ્રાએ વર્ષ 2019માં નરેન્દ્ર મોદીને આઈએસઆઈના એજેન્ટ ગણાવ્યા હતા, જેના પછી મોદી સમર્થકો સહિત ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ આના પર કરારો જવાબ આપ્યો હતો.

કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું હતુ કે, “શું વડાપ્રધાનના રૂપમાં અમારા પાસે આઈએસઆઈ એજન્ટ છે. આ ખુબ જ ગંભીર મામલો છે કે, વડાપ્રધાને ભારત વિરોધી શક્તિઓ આગળ સરેન્ડર કરી દીધું.”

જોકે, હાલમાં વડાપ્રધાન મોદીના ધૂર-વિરોધી રહેલ કપિલ મિશ્રા પાછલા કેટલાક મહિનાઓમાં તેમના સૌથી મોટા સમર્થકના રૂપમાં સામે આવ્યા છે. આમ આદમી છોડ્યા પછી તેઓ ઓગસ્ટ 2019માં ભાજપામાં સામેલ થયા હતા. પાર્ટીમાં સામેલ થવા પર મનોજ તિવારીએ કહ્યું હતું કે, “મોદીની નીતિઓ અને દીનદયાલ ઉપાધ્યાય સહિત શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારો સાથે તેઓ દિલ્હીની સેવા કરશે.” જોકે, આજે દિલ્હીમાં ચાલી રહેલા રમખાણો તેમના નિવેદનના કારણે થઈ રહ્યાં હોવાના આરોપ લાગી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *