એકબીજાની મોતના જવાબદાર બન્યા ભાજપ નેતા, હત્યા કરાવવા આપી સુપારી- જાણો શું છે મામલો

પરિવારના એક બીજા વચ્ચે મતભેદ હોવું તે સામન્ય વાત છે. પરંતુ આ મતભેદમાં ધણી વખત કોઈના જીવ જોખમાં આવી જાય ત્યાં સુધી પોહચી શકે છે. આવી જ રીતે એક ઘટના બની છે. અહિયાં કોઈ પરિવારના નહિ પરંતુ ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) એક સદસ્યએ પોતાનાં જ એક સાથીનો જીવ લેવા માટે બે હત્યારાને સુપારી આપી હતી. પોલીસે દેશી બનાવટના કટ્ટા અને ચાર જીવતા કારતૂસ સાથે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓએ જે જણાવ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાસ્તવમાં બંને આરોપીઓ ભાજપના નેતાની હત્યા કરવાના ઈરાદે આવ્યા હતા.

મુંગેર જિલ્લામાં ભાજપના એક નેતા પોતાની પાર્ટીના પદાધિકારીના જીવના દુશ્મન બની ગયા. તેની હત્યા કરાવવા માટે તેણે ભાડાના હત્યારાઓની મદદ લીધી હતી. જોકે, સમય જતાં પોલીસે બંને ભાડાના હત્યારાઓને 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યા હતા. બંનેના કહેવા પર કાવતરાખોરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કાવતરાનાં આરોપીઓએ રૂ.3 લાખની સોપારી આપી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

હત્યાના ઈરાદે ઉભેલા બે આરોપીઓને હથિયારો સાથે પોલીસે પકડી પડ્યા હતા. બંને આરોપીઓ ભાજપ નેતાની હત્યા કરવાના ઈરાદાથી રેકી કરી રહ્યા હતા. તેનો મુખ્ય કાવતરાખોર ભાજપના OBC મોરચાના જમાલપુર શહેર વશિષ્ઠ પ્રમુખ હોવાનું બહાર આવ્યું છે. જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કાવતરાખોરને તેના ઘરેથી પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, બીજેપી નેતા કિશ્તો સિંહ અને વશિષ્ઠ વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો હતો અને આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે કિશ્તો સિંહ અને અન્ય એકે વશિષ્ઠના ખેતરમાં બનેલી ઝૂંપડીમાં આગ લગાવી દીધી હતી.

ત્યારપછી બંને વચ્ચેનો મામલો વધતો ગયો અને બીજેપી નેતા વશિષ્ઠે પોતાની જ પાર્ટીના નેતા કિશ્તો સિંહને રસ્તામાંથી હટાવવા માટે 3 લાખ રૂપિયાની સોપારી આપી. જે બાદ ભાડાના હત્યારાઓએ ઘણા દિવસો સુધી બીજેપી નેતા પર નજર રાખી, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે કિશ્તો સિંહ ઘરની બહાર ન નીકળ્યા અને તેમનો જીવ બચી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *