BJP Leader marriage at 60: પશ્ચિમ બંગાળના ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ 60 વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તે પોતાની ભાજપની સહયોગી રીન્કુ મજમુદાર સાથે જ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન આજે એટલે કે 18 એપ્રિલના રોજ કલકત્તામાં તેના ઘરે જ થવાના (BJP Leader marriage at 60) હોવાના સમાચારો મળી રહ્યા છે. 60 વર્ષીય ભાજપનેતા હજુ સુધી અવિવાહિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કૃણાલ ઘોષ અને ભટ્ટાચાર્ય સહિત ઘણા તૃણમૂળ નેતાઓને પણ ભાજપ નેતાને શુભકામનાઓ આપી છે.
લગ્નનો પ્રસ્તાવ કન્યા પક્ષ તરફથી મુકવામાં આવ્યો હતો
દિલીપ ઘોષના નજીકના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે બંનેની મુલાકાત સવારે ચાલવા દરમ્યાન થઈ અને સમય સાથે તેમનો સંબંધ મજબૂત થતો ગયો. ન્યુ ટાઉનમાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં બંનેના લગ્ન થશે જેમાં નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નનો પ્રસ્તાવ કન્યાપક્ષ તરફથી મૂકવામાં આવ્યો હતો. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદાર સહિત વરિષ્ઠ ભાજપ નેતાઓએ સવારે ઘોષને તેમના ઘરે જઈ શુભકામનાઓ પાઠવી હતી. તેમના નજીકના એક ભાજપ નેતાએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં ipl મેચ દરમિયાન દિલીપ ઘોષ અને તેની થનાર પત્ની સાથે જોવા માટે આવ્યા હતા. હવે તેમણે લગ્નનો નિર્ણય કર્યો છે.
માંની ઈચ્છા હતી કે હું લગ્ન કરું
આ પહેલા દિલીપ ઘોષે એક સમાચાર ચેનલને કહ્યું હતું કે મારી માતાની ઈચ્છા હતી કે હું લગ્ન કરી લઉં, એટલા માટે તેમની ઈચ્છાનું સન્માન રાખતા હું આ લગ્ન કરવા જઈ રહ્યો છું. હું પહેલાની જેમ જ સક્રિય રાજનીતિમાં જોડાયેલો રહીશ. મારા અંગત જીવનનો મારા રાજનીતિક કાર્યો પર કોઈ પ્રભાવ નહીં પડે.
કોણ છે દુલ્હન?
રિપોર્ટ અનુસાર દુલ્હનનું નામ રીન્કુ મજૂમદાર છે. રીન્કુ મજમુદાર લાંબા સમયથી ભાજપની કાર્યકર્તા છે. તેમણે પાર્ટીની મહિલા શાખા, ઓબીસી મોરચો આ સિવાય ઘણા અન્ય મહત્વપૂર્ણ ભૂમિકાઓની જવાબદારી સંભાળી છે. મજુમદારના આ બીજા લગ્ન છે અને તેનો એક દીકરો પણ છે.
દિલીપ ઘોષ વિશે જાણો
કાયમ પોતાના નિવેદોનોને કારણે ચર્ચામાં રહેતા દિલીપ ઘોષ યુવાનવયથી જ આરએસએસના સક્રિય સભ્ય છે. તેમણે 2015માં ભાજપમાં સક્રિય થવા પહેલાં તેમણે દેશભરમાં અલગ અલગ ભૂમિકાઓમાં તેમની સેવા આપી હતી. રાજ્ય અધ્યક્ષના રૂપે તેમણે પશ્ચિમ બંગાળમાં મકપાની જગ્યાએ ભાજપ અને મુખ્ય વિપક્ષી દળ બનાવ્યું હતું. ખડકપુરના પૂર્વ સાંસદ દિલીપ ઘોષ આવનારા સમયમાં અલગ અલગ રાજ્યોમાં થનારા વિધાનસભા ચૂંટણીઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App