ભાજપ પક્ષને અવારનવાર વિરોધી પક્ષની ધમકીઓ મળતી હોય છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે શનિવારે દિલ્હીમાં TMCના 5 નેતાઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.
આ દરમિયાન TMC નેતા મદન મિત્રાએ બંગાળમાં ભાજપના નેતાઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. મદન મિત્રા જણાવતાં કહે છે કે, જો ભાજપ દૂધ માંગશે તો અમે ખીર આપશું, પરંતુ જો બંગાળ માગશે તો ચીરી નાખશું. આની સિવાય તેમણે PM મોદી પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
પરગણામાં ચૂંટણી સભાને સંબોધન કરતાં TMC નેતાએ ભાજપ માટે અનેક ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મદન મિત્રા જણાવે છે કે, હું સવારની સભામાં હાજરી આપીશ તથા સાંજે મસાલા (શસ્ત્રો) લઈને આવીશ. મદન મિત્રાએ પરગણામાં આવેલ અશોક નગરમાં સભાને સંબોધન કરી હતી ત્યારે પણ આવા આકરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મદન મિત્રા જણાવતાં કહે છ કે, હું રાત્રિના સમયે રાજકારણનો મસાલો લઈવે આવીશ, આ મસાલા (હથિયાર) શું છે તેના અંગે હું કોઈને નહીં જણાવું. તેણે ભાજપ નેતાઓને ધમકી આપતા જણાવ્યું હતું કે, તમે લોકો જે મસાલા (હથિયાર) નો ઉપયોગ કરો છો, અમે પણ તે જ મસાલાનો ઉપયોગ કરીશું.
આ જ દિવસે મદન મિત્રાએ ભાજપના નેતાઓને હિન્દીમાં ધમકી આપીને જણાવ્યું હતું કે, “જો તમે દૂધ માંગશો, તો અમે ખીર આપશું પરંતુ જો બંગાળ માગશો તો ચીરી નાખશું. ટીએમસી નેતા મદન મિત્રાએ PM નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle