ગુજરાત રાજ્યમાં વર્ષ 2022માં વિધાનસભા ચુંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને તમામ પાર્ટીઓએ પોતાની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. જયારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની અલગ જ તૈયારીઓ શરુ કરી દીધી છે. જેને પગલે આગામી સમયમાં હવે ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે, તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
જયારે આગામી 15 ઓગસ્ટ બાદ હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પાંચેય કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવશે. નોંધનીય છે કે આગામી વિધાસભાની ચુંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે જનસંપર્ક વધારવાનો ગજબનો પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જોવા જઈએ તો ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જેમના ભાગ રૂપે જન આર્શિવાદ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે આવશે અને અલગ અલગ જીલ્લામાં યાત્રાઓ કાઢીને લોકો સાથે પોતાનો સંપર્ક સાધવાનું કાર્ય કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વિસ્તરણ થતા ગુજરાત રાજ્યના પાંચ સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં જન સંપર્ક વધારવાના હેતુથી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી યાત્રાઓ અને રેલીઓ યોજશે અને જેમાં 16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રામાં જોડાશે.
પાંચેય કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પ્રવાસે આવશે અને લોકો સાથે મળીને લોક સવાંદ કરશે. જેમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓની યાત્રામાં પુરષોત્તમ રૂપાલા, મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં દેવુસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મનસુખ માંડવિયા અને ડૉ.મહેન્દ્ર મુંજપરા આ જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે. સાથે સાથે મંત્રી દર્શના જરદોશને દક્ષીણ ગુજરાતના 6 જિલ્લાની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.