અમદાવાદમાં ભાજપ કાર્યકરનું ગેરકાયદે બાંધકામ તોડયું! સુરતમાં SMC છાવરી કેમ રહી છે? રહીશોએ માંડ્યો મોરચો

SMC News: આમ તો કોઈપણ જગ્યાએ દબાણ હોય એટલે SMCના અધિકારીઓ જાણે કે સિંહ મારવા નીકળ્યા હોય તેવી રીતે દબાણ દૂર કરવા પહોંચી જાય છે. ઘણીવાર તો લાચાર (SMC News) ગરીબ લોકોઓ સમાન પણ રોડ ઉપર ફેંકી દે છે. જે દ્રશ્યો આપણી સમક્ષ અવારનવાર સામે આવતા રહે છે તે વાતથી અપને સૌ કોઈ વાકેફ છીએ.

પરંતુ હવે SMCના અધિકારી અને સતા પક્ષના મળતિયાઓ મળીને સરકારી જગ્યાએ ગેરકાયદેસર પતરાના ડોમ ઉભા કરીને ભાડે આપીને મસમોટા રૂપિયા ઉઘરાવે છે. ત્યારે ત્યાં કેમ કોઈ નીતિ નિયમો આડે આવતા નથી આવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવ્યા છે.ત્યારે આ પતરાના ગેરકાયદેસર ડોમ આ અધિકારીઓ તથા તેમના મળતિયા દ્વારા ભાડે અપાતા વરાછાના લોકો દ્વારા તેનો ભારોભાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મોટા વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની માલિકી સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર પતરાના ડોમ ઉભા કરી તેમાંથી એસએમસીના અધિકારીઓ દ્વારા કાળી કમાણી કરવામાં આવી રહી છે.જેના કારણે તેની આસપાસની જગ્યામાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આથી આખરે કંટાળીને આ ડોમ સામે કાર્યવાહી કરવા માટે મોટાવરાછા સોસાયટી એસોસિયેશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમજ જો આ ગેરકાયદે ડોમ સામે જલ્દીથી જલ્દી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

મોટાવરાછા સોસાયટી એસોશિયસને કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું કે, જયારે કોઈ સામાન્ય લોકો જરાક દબાણ કરે અથવા તો રોડ પર જરાક ગાડી બહાર રહી ગઈ હોય ત્યારે તાત્કાલિક પોતાના નાટકો કાર્યવાહીના ભાગરૂપે ચાલુ કરી દે છે. પરંતુ અહીંયાથી કાળી કમાણી આ અધિકારીઓને થાય છે એટલા માટે આ ડોમ સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પરંતુ જો આ પતરાના ડોમ સામે હવે કોઈ કાર્યવાહી નહિ કરે તો અમે ભવિષ્યમાં આદોલન કરીશું અને એસએમસીની આ પાપલીલા અને કાળી કમાણી બંધ કરીને જ જપીશું.