રૂપાણી સરકારથી કંટાળી ભાજપના આ દિગ્ગજ ધારાસભ્યે આપ્યું રાજીનામુ- જાણો કારણ

ગુજરાત ભાજપ સરકારમાં ફરી ડખો ઉભો થયો છે. રાજનેતા અને તંત્રીઓના કામો સરકારમાં થતા ન હોવાનો ઘણીવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વાતો આવી છે. મંત્રીઓ જ તેના સાથી મંત્રીઓ કામ ન કરતા હોવાની વાતો કેબીનેટ બેઠકમાં પણ ઉઠી છે. સરકારમાં કામ થતું ન હોવાનું ઘણીવાર ધારાસભ્યો પણ નારાજગી દેખાડતા હોય છે.

ભાજપ સરકાર શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં LRDમાં અનામત મામલે સાંસદો અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘણા પત્રો લખ્યા છે. હવે હાલ આવા સમયે જ વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. સરકાર સામે ગંભીર આક્ષેપો કરી આપેલા રાજીનામાના પત્રને પગલે ભાજપમાં પણ ભયંકર ભૂકંપ સર્જાયો છે.

હાલ જોઈએ તો સંગઠન સહ રચનાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. અને હવે કેતન ઈમાનદારના રાજીનામાં આપવાથી સંગઠન અને ભાજપ સરકાર પણ ચોંકી ઉઠી છે. કેતન ઈનામદારના રાજીનામાની વાતો સોશિયલ મીડિયામાં વાયુવેગે વહેતી થતાં સાવલી તેમના નિવાસસ્થાને સમર્થકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા.

સુરતમાં હદ વિસ્તરણના વિવાદમાં અત્યારે દક્ષિણ ગુજરાત ભાજપમાં ડખા ચાલી રહ્યાં છે. દરેક નેતાઓના સુરતની આસપાસ કરોડોના રોકાણો હોવાથી કેટલાક હદ વિસ્તરણનો વિરોધ તો કેટલાક સમાવેશ માટે બુમરાણ પાડી રહ્યાં છે. સુરતથી ગાંધીનગર સુધી આ મામલાની ગૂંજ પહોંચી છે. સરકાર આ મામલાઓમાં હાલમાં અટવાયેલી છે ત્યાં ભાજપમાં સખળ ડખળ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી તમામને ચોંકાવી દીધા છે.

માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, સુજ્ઞ મહાયશય શ્રી, વંદેમાતરમ સહ જણાવુ છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર 135, સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને રજુઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજ દિન સુધી નિભાવેલ છે અને નાછુટકે હું કેતનકુમાર ઇનામદાર 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છું.
કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, ધારાસભ્ય, 135-સાવલી વિધાનસભા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *