અમદાવાદમાં શર્મસાર થયા સસરા-વહુના સબંધ, લગ્નના ચાર મહિનામાં જ હવસખોર સસરાએ કરી એવી હરકત…

Ahmedabad (અમદાવાદ): સબંધોને શર્મશાર કરતો વધુ એક કિસ્સો ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા અમદાવાદ (Ahmedabad) માંથી સામે આવ્યો છે. હજી તો દીકરાના લગ્નને ચાર મહિના જ થયા હતા કે પિતાએ પોતાના લક્ષણ દેખાડી દીધા હતા. પિતાએ દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને પોતાના હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે અવી છે. હાલ પોલીસે સસરાની ધરપકડ પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અમદાવાદના  પૂર્વ વિસ્તારની છે, રામોલમાં સસરાએ પોતાની પુત્રવધુ પર દુષ્કર્મ કર્યાની ઘટના પ્રકાશમાં અવી છે. રામોલ વિસ્તારમાં સસરા, પતિ અને પત્ની એકજ મકાનમાં સાથે રહે છે. મેળલી માહિતી અનુસાર  બે દિવસ પહેલા પુત્ર જ્યારે પોતાની નોકરી પર ગયો ત્યારે સવારે સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે પુત્રવધુ કપડાં ધોઈને બાથરૂમની બહાર નીકળી ત્યારે સસરાએ પુત્રવધૂને પકડી જમીન પર પટકી અને બાદમાં તેના હાથ પગ અને મોં બાંધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના સર્જાયા બાદ પુત્રવધુ પોતાના પિયર ગઈ અને પરિવારને સમગ્ર હકીકત વિષે કહ્યું હતું, ત્યારબાદ પોલીસ ફરિયાદ હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સસરાની ધરપકડ પણ કરી છે.

જયારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે, પુત્રના લગ્નને હજી ફક્ત ચાર મહિનાનો જ સમય થયો હતો. ચાર મહિનામાં જ પિતાએ પુત્રવધૂને પોતાની હવસનો શિકાર બનાવી દીધી હતી. સસરાએ પુત્રવધૂના હાથ પગ અને મોઢું બાંધી દીધું હતું અને બાદમાં બળાત્કાર ગુજાર્યો હતો. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *