એક જ પરિવારના 5 લોકોની લા-શ મળી આવતાં ચકચાર; પથ્થર કાપવાના મશીનથી…જાણો સમગ્ર ઘટના

Meerut News: મેરઠના લીસાડી પોલીસ સ્ટેશન વિસ્તારના સોહેલ ગાર્ડન વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બુધવારના રોજ સાંજે તેમની લાશો ઘરના એક રૂમમાં બેડ અને બેડની અંદર મળી હતી. અમૃતકોમાં બાળકો (Meerut News) પણ સામેલ છે. આ હત્યા પથ્થર કાપવાના મશીનથી ગળું કાપી કરવામાં આવી હતી. મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો છે. પતિનું ગળું કાપી તેને પોટલીમાં બાંધી રૂમમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યું, જ્યારે પત્ની અને બાળકોની હત્યા કરી તેમની લાશ બેડની અંદર નાખી દેવામાં આવી હતી.

24 કલાકથી ગુમ હતો પરિવાર
જાણકારી અનુસાર પરિવાર બુધવારના રોજથી ગુમ હતો. પાડોશીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકથી પરિવારના એક પણ સભ્યને જોયો નથી. જ્યારે દુર્ગંધ આવવા લાગી, તો પોલીસ ને જાણકારી આપવામાં આવી હતી. આ મકાનમાં ટાઈલ પથ્થરનો કારીગર પોતાના પતિ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતો.

તપાસમાં લાગી પોલીસ
પોલીસ ટીમે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં એ સ્પષ્ટ નથી થયું કે આ મોત કેવી રીતે થયા છે. પાડોશીઓનું કહેવું છે કે આ પરિવાર શાંત સ્વભાવનો હતો અને કોઈ સાથે વધારે વાતચીત કરતો ન હતો.

ફોરેન્સિક ટીમ બોલાવવામાં આવી
હાલમાં પોલીસે ઘટના સ્થળને સીલ કરી દીધું છે અને ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. અધિકારીઓ તમામ એન્ગલથી તપાસ કરી રહ્યા છે, જેમાં આત્મહત્યા અને હત્યા બંને સંભાવના જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સત્ય ઉજાગર થશે.