Sex racket in Surat: સુરતની કાપોદ્રા પોલીસે હોટલની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચલાવતા સંચાલક અને એક ગ્રાહકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી(Sex racket in Surat) હાથ ધરી છે. પોલીસે એક મહિલાને મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
હોટલમાંથી દેહવ્યાપારનો ધંધો ઝડપાયો
સુરત પોલીસે કાપોદ્રાના સિલ્વર ચોક પાસેના ક્રિસ્ટલ પ્લાઝામાં આવેલી ઓયો હોટલમાંથી કુટણખાનું પકડી પાડ્યું છે. ક્રિસ્ટલ પ્લાઝાના પહેલાં માળે 64-એફ દુકાન નં. 112, 113માં સાથી રૂમની હોટલમાં બાતમીના આધારે રેડ કરી હતી. આ હોટલનો સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા (ઉં.વ. 45, રહે. 64-એફ, દુકાન નં. 113, સાથી રૂમ, ક્રિસ્ટલ પ્લાઝા, મૂળ આઉવા તા. મારવાડ, જી. પાલી , રાજસ્થાન) પોતાની હોટલમાં દેહવ્યાપારની સગવડ પુરી પાડતો હતો.
લલનાને મુક્ત કરાવી
પોલીસે રેઈડ કરી ત્યારે ભારતીય મૂળની લલના સાથે ગ્રાહક જિગ્નેશ કનુ સાંઘાણી (ઉં.વ. 28, હીરા દલાલ, રહે. ડી-3-401, ક્રિષ્ણા ટાઉનશીપ, યમુના ચોક, મોટા વરાછા, સુરત, મૂળ વતન મહાદેવવાડી, ગોંડલ, રાજકોટ) પકડાયો હતો. જિગ્નેશે એજન્ટ દેવા અને મોન્ટી મારફતે સાથી હોટલમાં જવાનું નક્કી કર્યું હતું. તેથી પોલીસે દેવા અને મોન્ટીને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ રીતે થતો દેહનો સોદો
સાથી હોટલનો સંચાલક કાલુરામ સરગરા પોતાની હોટલમાં લલનાઓને દેહવ્યાપાર કરવાની સગવડ પુરી પાડતો હતો. તેનું એજન્ટો સાથે સેટિંગ હતું. એજન્ટો ગ્રાહકને હોટલ પર મોકલતા હતા. ત્યાર બાદ કાલુરામ હોટલના રૂમમાં ગ્રાહકોને શરીર સુખ માણવાની સગવડ પુરી પાડતો હતો. આમ તે ઓયો હોટલની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતો હતો.
એજન્ટ વોન્ટેડ
કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે , કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલે છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી…આ દરમ્યાન પોલીસે રેડ કરી હોટલ સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરાને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ હોટલમાં શરીરસુખ માણવા આવેલા એક ગ્રાહકને પોલીસે ઝડપી પાડ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App