હાલમાં અકસ્માત તેમજ આગ લાગવાના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ ઘટનાઓમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. આ દરમિયાન ફરી એક એવી ઘટના બની છે જેમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 40થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.
UPL કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 5 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડે પ્રયાસ શરૂ કરી દીધા હતા.
GIDCમાં આવેલ UPL કંપનીમાં એકાએક બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને કારણે કંપનીમાં કામ કરતાં 40થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, 10 કિલોમીટરના રેડિયસમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે ધાડેડા, ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવો ઝાટકો અનુભવાયો છે.
કંપનીને અડીને આવેલા દધેડા, ફુલવાડી, કરલસાડી ગામોમાં ધડાકાના કારણે લોકોના ઘરોના કાચ તૂટ્યા છે અને ભૂકંપ આવ્યો એ બીકે લોકો ઘરોની બહાર પણ દોડી આવ્યા હતા. ધડાકા બાદ ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડતી થઈ છે. તમામ ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વર અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના ભરૂચના ઝઘડિયાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle