કેન્સર સામે હાર્યા જિંદગીની જંગ… 250 થી વધુ ફિલ્મો આપનાર જુનિયર મહેમૂદે 68 વર્ષની ઉમરે દુનિયાને કહ્યું અલવિદા

Actor Junior Mehmood Passes Away: બોલીવુડના પીઢ અભિનેતાએ કેન્સરથી જંગ હારી દુનિયાને અલવિદા કહ્યું દીધું છે. જુનિયર મેહમૂદના નામથી પ્રખ્યાત અભિનેતા નઈસ સઈદ લાંબા સમયથી…

Actor Junior Mehmood Passes Away: બોલીવુડના પીઢ અભિનેતાએ કેન્સરથી જંગ હારી દુનિયાને અલવિદા કહ્યું દીધું છે. જુનિયર મેહમૂદના નામથી પ્રખ્યાત અભિનેતા નઈસ સઈદ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. હવે શુક્રવારે અભિનેતા આ ગંભીર બીમારીને કારણે જીવનની લડાઈ હારી ગયા હતા. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ખાસ કરીને ફિલ્મ સેલિબ્રિટીઓ અશ્રુભીની આંખો સાથે અભિનેતાને અંતિમ વિદાય(Actor Junior Mehmood Passes Away) આપી હતી. જુનિયર મેહમૂદે તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી અને બાળપણથી જ તે દર્શકોના ચહેરા પર સ્મિત ફેલાવી રહ્યા હતા. તાજેતરમાં જ અભિનેતાની બીમારીનો ખુલાસો થયો હતો. અને ત્યાર બાદ ઘણા ફિલ્મ સ્ટાર્સ તેમને મળવા પહોંચ્યા હતા. પંરતુ તેમણે તેમની છેલ્લી ઘડીએ એક ઈચ્છા વ્યકત કરી હતી.

જુનિયર મહમૂદનું 67 વર્ષની વયે નિધન

જુનિયર મેહમૂદના નામથી જાણીતા નઈમ સૈયદ પેટના કેન્સર સામે લડી રહ્યા હતા. તેનું ચોથું સ્ટેજ ચાલી રહ્યું હતું અને તેની હાલત એકદમ ગંભીર હતી. ગત રાત્રે લગભગ 2 વાગ્યે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાના નિધનથી સિનેમા જગતને ઘેરો આઘાત લાગ્યો છે. ANI અનુસાર, જુનિયર મેહમૂદના મૃત્યુની પુષ્ટિ તેના એક મિત્રએ કરી છે. આજે બપોરે પ્રાર્થના બાદ સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

18 દિવસ પહેલા જાણવા મળ્યું ચોથા સ્ટેજનું કેન્સર 

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જુનિયર મહમૂદના પરિવારે તેના મૃત્યુની પુષ્ટિ કરી અને ચોથા સ્ટેજના કેન્સરને કારણે તે જે પીડામાંથી પસાર થયો તે વિશે જણાવ્યું. મહેમૂદના પુત્ર હુસ્નૈને કહ્યું, “અમને તેના ચોથા સ્ટેજના પેટના કેન્સર વિશે 18 દિવસ પહેલા જ ખબર પડી હતી. અમે તેને ટાટા મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડીને અમને કહ્યું કે આ તબક્કે સારવાર અને કીમોથેરાપી ખૂબ જ પીડાદાયક હશે.” હોસ્પિટલે સૂચવ્યું કે અમે ઘરે તેની સંભાળ લઈએ.”

જુનિયર મહેમૂદની આ હતી અંતિમ ઈચ્છા

આ સિવાય જુનિયર મહેમૂદે બીજી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમના ગયા પછી દુનિયા તેમને માત્ર એક સારા વ્યક્તિ તરીકે યાદ કરે અને કોઈ ખરાબ કામ માટે નહીં. આ ઈચ્છા તેણે એક ઈન્ટરવ્યુમાં વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ સાદો માણસ છું. હું ઈચ્છું છું કે જો હું મરી જઈશ તો દુનિયા કહેશે કે માણસ સારો હતો.

બાળ કલાકાર તરીકે કરી હતી કારકિર્દીની શરૂઆત 

જુનિયર મેહમૂદે તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. ચાર દાયકાની કારકિર્દીમાં તેણે સાત ભાષાઓમાં 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેણે રાજેશ ખન્નાથી લઈને અમિતાભ બચ્ચન અને રાજ કપૂર સુધીના સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. જુનિયર મેહમૂદની ફિલ્મોની યાદીમાં ‘મેરા નામ જોકર’, ‘કારવાં’, ‘હાથી મેરે સાથી’, ‘મોહબ્બત ઝિંદગી હૈ’, ‘નૈનિહાલ’, ‘હરે રામા હરે કૃષ્ણ’, ‘બાપ નંબરી બેટા 10 નંબરી’ સહિતની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.

જુનિયર મેહમૂદે ‘કટી પતંગ’, ‘મેરા નામ જોકર’, ‘પરવરિશ’ અને ‘દો ઔર દો પાંચ’, ‘બોમ્બે ટુ ગોવા’, ‘બ્રહ્મચારી’ અને ‘ગુરુ ઔર ચેલા’ સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 1967માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નૌનીહાલ’થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે પછી તેણે 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *