Sulochana Latkar Passes Away at 94: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક સુલોચના લાટકર (Sulochana Latkar) ના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને માધુરી દીક્ષિત (Madhuri Dixit)સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ફિલ્મી પડદે ધર્મેન્દ્ર (Dharmendra)અને અમિતાભ બચ્ચનની માતાનો રોલ કરનાર સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન થયું છે.
અભિનેત્રીની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુલોચના લાટકરના પૌત્ર પરાગ અજગાંવકરે અભિનેત્રીના નિધનની સત્તાવાર માહિતી આપી છે. અભિનેત્રીએ પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીના નિધન બાદ માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ તમામ ફેન્સ પણ શોકમાં છે
અમિતાભ બચ્ચને દુઃખ વ્યક્ત કર્યું
સુલોચના લાટકરના નિધન બાદ અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘નિરુપા રોય જી પછી, તેમણે સૌથી વધુ ફિલ્મોમાં મારી માતાની ભૂમિકા ભજવી. સુલોચના જી હિન્દી અને મરાઠી બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખરેખર માતા સમાન હતા. મને મારા 75મા જન્મદિવસે તેમણે મને મોકલેલો સુંદર હસ્તલિખિત પત્ર હજુ પણ યાદ છે. આ મને અત્યાર સુધીની સૌથી સુંદર ભેટોમાંથી એક છે.
જ્યારે માધુરી દીક્ષિતે લખ્યું, ‘સુલોચના તાઈ સિનેમાની સૌથી પ્રિય અને દયાળુ અભિનેત્રીઓમાંની એક હતી. તેની ફિલ્મ સંગત આઈકા હંમેશા ફેવરિટ રહેશે. દરેક ફિલ્મમાં તેમનો અભિનય યાદગાર રહ્યો. મને અમારી વાતચીત યાદ રહેશે. ભારતીય સિનેમામાં તમારું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.તેની સાથે રિતેશ દેશમુખ અને ઘણા કલાકારોએ અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીઢ અભિનેત્રી સુલોચના લાટકરને વર્ષ 1999માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે 5 વાગ્યે દાદરના શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ઘણા સ્ટાર્સ આવવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.