દિલીપકુમાર છેલ્લા કેટલાય દિવસોથી સ્વાસ્થ્ય ને કારણે હોસ્પિટલાઇઝ હતા. દિલીપ કુમારને ગયા અઠવાડિયામાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંતિમ ઘડીમાં દિલીપ કુમારની પત્નીએ છેલ્લા શ્વાસ સુધી દિલીપ કુમારની સેવા કરી હતી. અને આજે વહેલી સવારે દિલીપ કુમારે છેલ્લ્લા શ્વાસ લીધા હતા.
આ નિધનના સમાચાર સાંભળીને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક મોટા મોટા કલાકારો દિલીપકુમાર ને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેના કારણે બે દિવસ પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેના ફેફસા ની હાલત ગંભીર હતી અને તેઓની કિડનીમાં પણ સોજા આવી ગયા હતા. ડોક્ટરોનું કહેવું છે કે આ સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ગયા વર્ષે લોકડાઉન માં દિલીપ કુમારે પોતાના બે ભાઈઓને કોરોના વાયરસના ચેપથી ગુમાવ્યા હતા.
દિલીપ કુમારનું પ્રથમ નામ યુસુફ ખાન હતું. ત્યારબાદ લોકો તેને દિલીપ કુમારનાં નામથી ઓળખતા હતા. દિલીપ કુમારને ભારત સરકારે પદ્મશ્રી અને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ તેઓને બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોજાતા ફિલ્મફેર એવોર્ડમાં લાઈફ ટાઈમ ફિલ્મ ફેર અચિવમેન્ટ પણ મળ્યો હતો.
તેઓને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. ભારતીય સિનેમા સૌથી વધારે એવોર્ડ જીતનાર વ્યક્તિ દિલીપકુમાર હતા.ભારતમાં જ નહિ પરંતુ પાકિસ્તાનમાં પણ તેઓને ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.