બોર્ડર 2નું ટીઝર રિલીઝ: 27 વર્ષ પછી પોતાનું વચન પૂરું કરવા પોતાની આર્મી સાથે પડદા પર રિએન્ટ્રી કરશે સની પાજી

Border 2 Teaser: 1997માં રિલીઝ થયેલી સની દેઓલ સ્ટારર ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. સનીએ પોતે આ ફિલ્મની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક્ટરે જાહેરાત કરતા લખ્યું છે કે ‘એક સૈનિક ફરી આવી રહ્યો છે તેનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા… ભારતની સૌથી મોટી વોર ફિલ્મ ‘બોર્ડર 2’…’ સનીએ ગયા વર્ષે 2023માં ફિલ્મ ‘ગદર 2’થી(Border 2 Teaser) પુનરાગમન કર્યું હતું. ‘ગદર 2’ની સફળતાએ ફરી એકવાર સની દેઓલને બોલિવૂડમાં જીવંત કરી દીધો છે. હવે સની પાસે ઘણા પ્રોજેક્ટ છે, જેમાં ‘સફર’, ‘લાહોર 1947’, ‘બોર્ડર 2’ અને ફિલ્મ ‘ગદર 3’ સામેલ છે.

સની દેઓલ 27 વર્ષ પછી પોતાનું વચન પૂરું કરવા આવી રહ્યો છે
ટીઝરમાં સની દેઓલ કહે છે, ’27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચનને પૂર્ણ કરવા માટે તે ભારતની ધરતીને સલામ કરવા ફરી આવી રહ્યો છે. ટીઝરના અંતે સંદેશ આતે હૈ ગીત વાગી રહ્યું છે. ‘બોર્ડર 2’નું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા કરી રહ્યા છે. અનુરાગ સિંહ ‘બોર્ડર 2’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અનુ મલિક, મિથુનનું સંગીત હશે, ફિલ્મના ગીતો જાવેદ અખ્તર લખી રહ્યા છે, જે સોનુ નિગમ ગાવાના છે. હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ જાહેર કરવામાં આવી નથી. સની દેઓલે 12 જૂન, 2024ના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કાલે એક રોમાંચક જાહેરાત થવાની છે, શું તમે કહી શકશો? , આ પોસ્ટ જોઈને સનીના ચાહકોના દિલના ધબકારા વધી ગયા અને તેઓ 13મી જૂન એટલે કે આજની રાહ જોઈ રહ્યા હતા.

અનુરાગ સિંહ દિગ્દર્શન કરશે
નોંધનીય છે કે, ‘બોર્ડર 2’નું નિર્દેશન અને નિર્માણ જેપી દત્તા દ્વારા કરવામાં આવશે, જેમણે 1997ની ‘બોર્ડર’નું પણ નિર્દેશન કર્યું હતું. ભૂષણ કુમાર અને જેપી દત્તાની પુત્રી નિધિ દત્તા પણ આ ફિલ્મનું નિર્માણ કરી રહી છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે આયુષ્માન ખુરાના પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ મેજર કુલદીપની ભૂમિકામાં જોવા મળશે.

આયુષ્માન ખુરાના પણ જોવા મળી શકે છે
ચર્ચા છે કે આ ફિલ્મમાં સની દેઓલની સાથે આયુષ્માન ખુરાના પણ લીડ રોલમાં છે. સૂત્રોનું માનીએ તો ‘બોર્ડર 2’નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. ટીમ ઘણા સમયથી ફિલ્મને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત હતી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

‘બોર્ડર 2’ 2015માં બનવાની હતી
થોડા સમય પહેલાં ફિલ્મના લીડ એક્ટર સની દેઓલે રણવીર અલ્હાબાદિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘બોર્ડર 2′ પહેલાં 2015માં બનાવાઈ રહી હતી.’ તેમણે કહ્યું, ‘મેં પોતે સાંભળ્યું છે કે ‘બોર્ડર 2′ બની રહી છે. અમે તેમને 2015માં બનાવવાના હતાં. પરંતુ પછી મારી ફિલ્મો ફ્લોપ થવા લાગી અને લોકો તે ફિલ્મો બનાવતા ડરી ગયા. હવે દરેક ફિલ્મ બનાવવા માગે છે.’

એક સ્ત્રોતને ટાંકીને પિંકવિલાએ લખ્યું છે કે બોર્ડર-2 23 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ દ્વારા દેશની સેનાની બહાદુરીને સલામ કરવામાં આવશે. ફિલ્મ મેકર્સને લાગે છે કે આ ફિલ્મની રીલીઝ માટે પ્રજાસત્તાક દિવસથી સારી કોઈ તારીખ હોઈ શકે નહીં.