ભારતીય ફિલ્મ જગતનો બાદશાહ છે ‘આમીર’ -57માં જન્મદિને વાંચો તેમના જીવનની કેટલીક અજાણી વાતો

યાદો કી બારાત(Yaado ki barat) અને મધહોશ(Madhosh) જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે દેખાતા આમિર ખાને(Aamir Khan) 1988માં આવેલી ફિલ્મ કયામત સે કયામત તક(Kayamat se kayamat kara)માં લીડ તરીકે બોલિવૂડ(Bollywood)માં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછીથી આમિર તેની શ્રેષ્ઠ ફિલ્મોથી દર્શકોને ચોંકાવી રહ્યો છે. આમિરે પોતાની 34 વર્ષની એક્ટિંગ કરિયરમાં 47 ફિલ્મોમાં કામ કર્યું છે. જયારે ઘણા લોકો નથી જાણતા કે આમિર ખાનને ભારત પછી ચીનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

આમિર ખાનની દંગલ ફિલ્મે ચીનમાં લગભગ 1400 કરોડનો બિઝનેસ કર્યો હતો અને સિક્રેટ સુપરસ્ટારે 800 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આમિરની બંને ફિલ્મોએ મળીને ચીનમાં 2200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. દંગલ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેનું વર્લ્ડ વાઈડ કલેક્શન 2000 કરોડથી વધુ છે. આજે, આમિરના જન્મદિવસના ખાસ અવસર પર ચાલો જાણીએ કે તેના રેકોર્ડ્સ કેવા છે.

ગજની:

વર્ષ 2008માં રિલીઝ થયેલ આમિર ખાન અને અસિન સ્ટારર ફિલ્મ ગજની પહેલી ભારતીય ફિલ્મ હતી. જેણે ભારતમાં 100 કરોડનું કલેક્શન કર્યું હતું. ડિસ્કો ડાન્સર અને હમ આપકે હૈ કૌન જેવી અગાઉની ફિલ્મોએ પણ 100 કરોડથી વધુની કમાણી કરી છે. પરંતુ વિશ્વભરમાં રિલીઝ થતાં તેમનું કલેક્શન 100 કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબ ધરાવતી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ફિલ્મ એટલી લોકપ્રિય થઈ હતી કે દેશના યુવાનો આમિર જેવી હેરસ્ટાઈલ રાખવા લાગ્યા હતા.

3 ઇડિયટ્સ:

2009માં રિલીઝ થયેલ આમિર ખાન, આર માધવન, શરમન જોશી અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ 3 ઈડિયટ્સે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતો. આ ફિલ્મનું નામ સૌથી વધુ ગ્રોસ કલેક્શન કરવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ ફિલ્મે ચીનમાં 110 કરોડની કમાણી કરી હતી. જે ચીનમાં સૌથી વધુ કલેક્શન કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની હતી.

ધૂમ 3:

ભારતમાં 4500 સ્ક્રીન્સ અને અન્ય દેશોમાં 900 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ 3નું કલેક્શન 589 કરોડ કર્યું હતું. યશરાજ પ્રોડક્શન્સે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, 500 કરોડનું કલેક્શન કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મે ભારતમાં માત્ર 372 કરોડ અને અન્ય દેશોમાં 217 કરોડની કમાણી કરી હતી.

પીકે:

રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશન PK એ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. જેણે માત્ર ઓનલાઈન બુકિંગથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 175 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. તે વિશ્વભરમાં 700 કરોડથી વધુ કલેક્શન કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મે સૌથી વધુ 5200 સ્ક્રીનમાં રિલીઝ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

દંગલ:

કુસ્તીબાજ મહાવીર ફોગટ, ઓલિમ્પિક ચેમ્પિયન ગીતા ફોગાટ અને બબીતા ​​ફોગટ પર બનેલી ફિલ્મ દંગલ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 2024 કરોડની કમાણી કરી હતી. જંગી કલેક્શન કરનારી આ પહેલી સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ છે. ફિલ્મે ભારતમાં 539 કરોડ અને વિદેશમાં 1519 કરોડની કમાણી કરી હતી. અસહિષ્ણુતાના નિવેદન બાદ દેશભરમાં આમિરની ફિલ્મોનો વિરોધ થયો હતો. આમ છતાં ફિલ્મમાં ઘણી કમાણી થઇ હતી. દંગલ વિશ્વની 5મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ છે.

છેલ્લી ફિલ્મ થઇ હતી ફ્લોપ: 
આમિર ખાનની છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં જોવા મળ્યો હતો. 300 કરોડમાં બનેલી આ ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક છે. જેણે બોક્સ ઓફિસ પર માત્ર 335 કરોડનું જ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ દ્વારા પહેલીવાર આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પડદા પર સાથે જોવાનો મોકો મળ્યો હતો.

4 વર્ષ બાદ પુનરાગમન કરશે: 
હવે 4 વર્ષના બ્રેક બાદ આમિર લાલ સિંહ ચઢ્ઢા સાથે ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે. હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રીમેક, લાલ સિંહ ચઢ્ઢા વર્ષ 2020 માં નાતાલના અવસર પર રિલીઝ થવાની હતી. જોકે કોવિડને કારણે તેને બે વર્ષ માટે મોકૂફ રાખવી પડી હતી. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર અને નાગા ચૈતન્ય પણ મહત્વની ભૂમિકામાં છે. બે વર્ષ સુધી મુલતવી રાખ્યા બાદ હવે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ રીલિઝ થશે.

1560 કરોડની સંપત્તિના માલિક:
આમિર ખાન 210 મિલિયન ડોલર એટલે કે 1560 કરોડની સંપત્તિનો માલિક છે. આમિર ખાન પ્રોડક્શન, ફિલ્મો અને એન્ડોર્સમેન્ટમાંથી કમાણી કરે છે. એક્ટર્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 10-12 કરોડ રૂપિયા લે છે. આમિર ખાન ફિલ્મો માટે 25 ટકા પ્રોફિટ પાર્ટનર બને છે. આમિર ખાને મુંબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું, જેની કિંમત 18 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમના દેશભરમાં ઘણા ઘર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *