હમ તો ડુબેંગે સનમ, તુમ્હે ભી…, બિલાડીને બચાવવાના ચક્કરમાં છોકરાનું થઈ ગયું મોયે મોયે

Animal Viral Video: તમે નાયક ફિલ્મમાં અનિલ કપૂરનું પેલો ગટર વાળો સીન જોયો જ હશે. તે સીનમાં અનિલ કપૂરને દેશ બચાવવાની સજા મળે છે અને તે ગટરમાં પડી જાય છે. પરંતુ અહીંયા એક વ્યક્તિ બિલાડીને બચાવવાના ચક્કરમાં ગટરમાં પડી જાય છે. બિચારો બિલાડી બચાવવા (Animal Viral Video) નીકળ્યો હતો પરંતુ જાતે જ ન બચી શક્યો. સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ લોકો હસવાનું બંધ નથી કરી શકતા. થયું કંઈક એવું કે એક ભલા માણસે ગટરમાં પડેલી બિલાડીને બચાવવા માટે પૂરું બળ લગાવ્યું પરંતુ જેવી તેના હાથમાં બિલાડી આવી તો તેના નસીબે તેને દગો આપ્યો અને પોતે જ ગટરમાં પડ્યો. હવે ઇન્ટરનેટ પર લોકો તેને ગટરનો નાયક જેવી કમેન્ટ કરી નવાજી રહ્યા છે. ઇન્ટરનેટ પર હાલ આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બિલાડીને બચાવવા જતા જાતે મુસીબતમાં પડ્યો
સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ હીરો બનવા નીકળ્યો હતો પરંતુ જાતે જ હિરોઈન ની જેમ ગટરમાં પડી ગયો. થયું કંઈ કહેવું કે એક દયાળુ વ્યક્તિએ ગટરમાં પડેલી એક બિલાડી ને બચાવવાનું બીડું ઝડપી. જેવું તેણે બિલાડીને ઉપર ખેંચી તો તેનું સંતુલન બગડ્યું અને બિચારો ખુદ ગટરમાં પડ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક મહા મહિને તે બિલાડીને પકડે છે અને જેવી તેને બહાર કાઢે છે તો તેનું બેલેન્સ કોઈ બેસે છે અને નીચે પડી જાય છે.

લોકોએ લીધી મજા
વીડિયોની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકો જોઈ ચૂક્યા છે તો ઘણા પોતાની પ્રતિક્રિયા પણ રજૂ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે આ ભાઈએ તો નાયક ફિલ્મના અનિલ કપૂરની યાદ અપાવી દીધી. બીજા એક વ્યક્તિએ લખ્યું કે બિલાડી નો જીવતો ન ગયો પરંતુ આ ભાઈ ની ઈજ્જત ચાલી ગઈ. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે કર્મ કરવા ગયો અને કાંડ થઈ ગયો.