ભગવાન આવો ક્રૂર દીકરો કોઈને ના આપે: માતાને મારીને હૃદય, લીવર, મગજ મીઠું મરચું નાખીને ખાઈ ગયો

બોમ્બે હાઈકોર્ટે માતાની હત્યા કરનાર ક્રુર દીકરાને મોતની સજાને યથાવત રાખી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 2017માં થયેલા આ હત્યાકાંડમાં આરોપી દીકરાએ દારૂ પીવાના પૈસા દેવાની માતાએ ના પાડવાથી તેણે માતાની હત્યા કરી નાખી. ત્યારબાદ તે શરીરના અંગો કાઢી મીઠું-મરચું લગાવી ગયો હતો.

28 ઓગસ્ટ 2017 માં કોલ્હાપુરના માકડવાલા વસાહત વિસ્તારમાં એક દીકરો પોતાની 63 વર્ષીય માતા પાસેથી દારૂ પીવા માટે પૈસા માંગી રહ્યો હતો, માતા દારૂ પીવાની ના પાડી રહી હતી અને પૈસા આપવાની પણ ના પાડી રહી હતી. તેનાથી ગુસ્સે થઈ દીકરાએ પોતાની માતાની ક્રૂર હત્યા કરી હતી. ત્યારબાદ પણ તેની આસુરી વૃત્તિ રોકાવાનું નામ ન લઈ રહી હતી. ત્યારબાદ તેણે હથિયાર વડે પોતાની માતાના ટુકડા કરવાના શરૂ કર્યા અને શરીરની અંદર રહેલા અંગો ખેંચીને બહાર કાઢવા લાગ્યો ત્યારબાદ તેણે તેના પર મીઠું મરચું ભભરાવી તેને ખાઈ ગયો.

હાઈકોર્ટે માન્યો રેરેસ્ટ ઓફ રેર કેસ
આરોપી દીકરાએ માતાનું હૃદય, મગજ, લીવર અને કીડીની એક તવિમાં નાખી મીઠું મરચા સાથે ખાવાનું શરૂ કરી દીધું. આજ જોઈને પાડોશીઓ પણ અચંબામાં મુકાઈ ગયા. એમણે તરત જ પોલીસ બોલાવી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરી અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

આ હેવાનનું નામ સુનિલ કુચકોરવી છે. તેણે પોતાની માં અલ્મ્માંની નિર્મમતા પૂર્વક હત્યા કરી હતી. તેના વિરુદ્ધ નીચલી અદાલતે 2021માં મોતની સજા સંભળાવી હતી. તે સજા વિરુદ્ધ તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. લગભગ ત્રણ વર્ષની સુનાવણી થયા બાદ 1 ઓક્ટોબરના રોજ કોલાપુરની અદાલતના નિર્ણય હાઇકોર્ટે યથાવત રાખ્યો હતો.

આરોપીમાં નરભક્ષણની વૃતિ છે
જસ્ટીસ રેવતી મોહિત અને પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠે કહ્યું કે તે દોષિત સુનિલ ની મોતની સજા યથાવત રાખી છે. કોર્ટનું માનવું એવું છે કે આ વ્યક્તિમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી. આ નરભક્ષણનો મામલો છે. તેણે ફક્ત તેની માતાની હત્યા જ નથી કરી પરંતુ સાથે સાથે તેની માતાના અંગો ખાઈ ગયો છે. આરોપી સુનિલમાં કોઈ સુધારો થવાની આશા દેખાતી નથી. કેમકે તેણે નરભક્ષણની પ્રવૃત્તિ કરી છે.