લક્સઝુરીય્સ ઓડી કાર ઝાડ સાથે અથડાતા નીકળી ગયો કચ્ચરઘાણ: એકસાથે 7 લોકોના થયા દર્દનાક મોત

કર્ણાટકના બેંગલુરુમાં એક ભયાનક કાર અકસ્માતમાં એકસાથે 7 લોકોના મોત થયા છે. સોમવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ઝડપી ઓડી કાર ઝાડ સાથે અથડાઈ હતી. અડુગોડી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિએ દમ તોડી દીધો હતો. મૃતકોમાં 3 મહિલાઓ હતી. તમામ સવારો 20 થી 30 વર્ષના હતા.

પેરાલિમ્પિક ગેમ્સના 7 દિવસે ભારત માટે મજબૂત શરૂઆત:
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સનો આજે સાતમો દિવસ છે. અગાઉના દિવસે ભારતે 2 ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા હતા અને આજના દિવસની શરૂઆત સારી રહી હતી. રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 માં ફાઇનલમાં પ્રવેશ કર્યો. રુબિનાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર રમ્યા અને 560 પોઈન્ટ સાથે 7 માં સ્થાને રહીને P2 મહિલા 10 મીટર એર પિસ્તોલ SH1 ની ફાઇનલમાં પહોંચી.

રુબિના ફ્રાન્સિસ પછી તીરંદાજીમાં, રાકેશ કુમારે પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન 1/8 એલિમિનેશનમાં #SVK ના મેરિયન માર્કે સામે 140-137ની જીત બાદ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. રાકેશનો સામનો ક્વાર્ટર ફાઇનલમાં ચીનની આય જિનલિયાંગ સામે થશે.

મુખ્ય ન્યાયાધીશ આજે સુપ્રીમ કોર્ટના 9 જજોને શપથ લેવડાવશે:
9 જજો આજે સુપ્રીમ કોર્ટમાં ચાર્જ સંભાળશે. મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમાના સવારે 10.30 વાગ્યે તેમને પદના શપથ લેવડાવશે. આજે સુપ્રીમ કોર્ટના જજ બનનાર 9 લોકોમાંથી 8 હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓ અથવા ન્યાયાધીશો છે. તેમના સિવાય એક વરિષ્ઠ વકીલની પણ સીધી સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે.

ન્યાયાધીશોની પસંદગી કરનારા કોલેજિયમમાં સર્વસંમતિના અભાવને કારણે, સુપ્રીમ કોર્ટમાં લગભગ બે વર્ષ સુધી કોઈ નવી નિમણૂક થઈ ન હતી. તેના કારણે જજોની કુલ 34 જગ્યામાંથી 10 જગ્યાઓ ખાલી હતી. આજે યોજાનાર નવી નિમણૂકો બાદ ન્યાયાધીશોની સંખ્યા વધીને 33 થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *