હોઠ, છાતી, પગના તળિયે ઈજા: લગ્નના પાંચ દિવસ બાદ દુલ્હનનું મોત, PM રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

UP New Bride Death: ઉત્તર પ્રદેશના હરદોઈમાં નવી પરણીને આવેલી ડોક્ટર દુલ્હનના સંદિગ્ધ મોતનો મામલો સામે આવ્યો છે. સાસરીયા પક્ષે કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું એવી (UP New Bride Death) વાત કરી હતી. 15 વર્ષના પ્રેમ બાદ મહિલા ડોક્ટરે 2 માર્ચના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણા ચોકાવનારા ખુલાસાઓ થયા છે. પોલીસ તપાસમાં જોડાઈ છે.

હરદોઈના ન્યુ સિવિલ લાઈન સ્થિત એક મકાનના બાથરૂમમાં સવારે કપડા વગર મહિલા ડોક્ટરની લાશ મળવાને લીધે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાયેલો છે. કારણ કે હજુ પાંચ દિવસ પહેલા જ ડોક્ટર અર્ચિતા સિંહએ પોતાના પ્રેમી અંકિત વાજપાઈ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આખું ઘર સંબંધીઓ અને મહેમાનોથી ભરેલું હતું. ચારેય બાજુ ઉત્સાહનો માહોલ હતો, તેવામાં અચાનક અર્ચીતાના મોતના સમાચારે આ પ્રસંગ વાળા ઘરમાં સન્નાટો ફેલાવી દીધો હતો.

ઘરવાળાઓએ જણાવ્યું કરંટ લાગવાથી અરજીતાનું મૃત્યુ થયું
અર્ચિતાની સાસુ કિરણ પોલીસ અધિકારી પણ છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે કદાચ બાથરૂમમાં અર્ચિતાને કરંટ લાગ્યો અથવા ગીઝરનો ગેસ લીક થવાને કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો. તેમજ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. શરીરનો પોસ્ટમોર્ટમ 3 ડોક્ટરની ટીમે કર્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે મૃત વ્યક્તિના હોઠમાં તેમજ સ્તન પર અને પગના તળિયે ઘણા નિશાન મળી આવ્યા હતા. ડોક્ટરોએ કરંટ અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હોવાની વાતનો ઇન્કાર કરી દીધો છે. હવે પોલીસ આ એંગલથી પણ તપાસ કરવામાં જોડાઈ છે કે શું તેની હત્યા કરવામાં આવી હતી?

હરદોઈમાં કોર્ટ મેરેજ થયા બાદ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં અર્ચિતાના માતા પિતા અને તેનો પરિવાર પણ જોડાયો હતો. આદિત્ય વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર તેમણે દીકરીનો ઉછેર ખૂબ પ્રેમથી કર્યો હતો. તે ભણવામાં ખૂબ તેજસ્વી હતી.

બંને પરિવારની અનુમતિથી થયા હતા લગ્ન
અર્ચિતાએ અભ્યાસની સાથે સાથે લખનઉના પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી. અંકિત અને અર્ચિતા લગભગ એકબીજાને 15 વર્ષથી જાણતા હતા. એટલા માટે બંને પરિવારે આ લગ્ન માટે રજા આપી હતી. પરંતુ આ ઘટના બાદ તમામના સપનાઓ વેરવિખેર થઈ ગયા છે. હરદોઇના ઉપરી પોલીસ અધિક્ષક ભુપેન્દ્રસિંહએ જણાવ્યું કે ઘટના સ્થળે ફોરેન્સિક ટીમ મોકલવામાં આવી હતી. લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં મૃત્યુનું કારણ સ્પષ્ટ ન થવાને કારણે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.