જેતપુરમાં ખેલાઈ ખૂની હોળી: નજીવી બાબતે મોટાભાઈએ કરી નાનાભાઈની કરપીણ હત્યા

અવારનવાર રાજ્યમાંથી કોઈ નજીવી બાબત પર અથવા તો બોલાચાલી-ઝઘડાને લીધે લોકો એકબીજાની હત્યા કરી નાંખતા હોય છે ત્યારે હાલમાં ધૂળેટીનાં પાવન પર્વ પર રાજ્યમાંથી આવી…

અવારનવાર રાજ્યમાંથી કોઈ નજીવી બાબત પર અથવા તો બોલાચાલી-ઝઘડાને લીધે લોકો એકબીજાની હત્યા કરી નાંખતા હોય છે ત્યારે હાલમાં ધૂળેટીનાં પાવન પર્વ પર રાજ્યમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. રાજ્યમાં આવેલ જેતપુરમાં હોળીના દિવસે જ મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાંખતા માતમ છવાયો છે.

મોટાભાઈ સિકંદરે ફૂલોના હારના દોરા કાપવામાં ઉપયોગમાં લેવાતી કાતરનો નાનાભાઈ હારુનની છાતીના ભાગે ઘા મારતાં હારુનની છાતીમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા તેમજ તે જમીન પર ઢળી પડ્યો હતો. આમ, હોળીનો તહેવાર ખૂનની હોલીથી ખેલાયો છે

મોટાભાઈને હાથે થયું નાના ભાઈનું ખૂન :
ગઈકાલે હોળી પ્રગટાવવાના સમય દરમિયાન શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તાર કે જ્યાં ફૂલોનું માર્કેટ આવેલું છે ત્યાં તેમના વ્યવસાય પર જ બંને ભાઈઓની વચ્ચે બોલાચાલી થતાં ફૂલોના હારના દોરા કાપવામાં ઉપયોગમાં લેવામાં આવતી કાતરથી બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીનો ફૂવારો થયો હતો તેમજ થોડી જ ક્ષણોમાં મોત થયુ હતુ.

કોણ છે બે ભાઈ?
સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી ફૂલોનો વ્યવસાય કરતા કાસમભાઈ શેખના પુત્ર સિકંદર તથા હારુનની વચ્ચે કેટલાંક સમયથી સામાન્ય બોલાચાલી થતી રહેતી હતી. આ માથાકૂટને લીધે તેમના પિતાએ નાના દીકરાને થોડો સમય બહારગામ પણ મોકલી દેવામાં આવ્યો હતો.

થોડો સમય રહીને ફરી પાછો આવી ગયો હતો. નશા તથા મારામારીના આદિ આ બંને ભાઈઓની વચ્ચે ફરી નાની તકરાર થતી રહેતી હોવાથી તેઓના પિતા કંટાળી ગયા હતાં. પોલીસને પુત્રોને પકડવા માટે સામેથી કોલ પણ કરતા હતાં. પોલીસ દ્વારા પણ બંને ભાઈઓ ઉપર મારામારી, પ્રોહીબિશનના અનેક ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *