“ભાઈ, પતિ મને મારી નાખશે” થોડા સમય પછી યુવતીની મળી આવી લાશ…જાણો સમગ્ર ઘટના

Rajasthan News: જયપુરમાં લવ મેરેજ કરનાર યુવતીની લાશ સંદિગ્ધ રીતે ફંદા સાથે લટકેલી મળી હતી. છોકરીના પિયર વાળાઓએ સાસરા પક્ષ ઉપર દહેજ માટે હત્યા કરી હોવાનો આરોપ લગાવતા તેને મારીને ઘરમાં એક રૂમમાં ફંદા સાથે લટકાવી દીધી. યુવતીના પિતાનો (Rajasthan News) આરોપ છે કે ઘટના બન્યાના થોડા સમય પહેલા જ દીકરીએ પોતાના કાકાના દીકરાને ફોન કરી પોતાની હત્યા થવાની છે એવી આશંકા વ્યક્ત કરી હતી અને તેના શરીર પર ઘાના ઘણા બધા નિશાનો પણ મળી આવ્યા હતા.

આ સમગ્ર ઘટના રામનગરીયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સીબીઆઈ કોલોનીમાં ગઈ 15 ડિસેમ્બરના રાત્રે આઠ વાગ્યે હર્ષિતાની લાશ ફંદા સાથે લટકેલી મળી આવી હતી. ત્યારબાદ તેનો પતિ પંકજ તેને જયપુરિયા હોસ્પિટલ લઈને પહોંચ્યો. પરંતુ ડોક્ટર હોય હર્ષિતાને ત્યાં જ મૃત જાહેર કરી હતી.

ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ એ મૃતક હર્ષિતાના કાકાને ફોન કરી મોતની જાણકારી આપી હતી. ત્યારે ખબર પડી કે હર્ષિતા એ જ્યારે મરી તે દિવસે જ પોતાના કાકાના દીકરા લોકેશને ફોન કર્યો હતો. તે કાકાના દીકરા લોકેશને ફોન કરી પોતાની આપવીતી જણાવતી હતી. 15 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ તેણીએ લોકેશને ફોન કરીને કહ્યું હતું કે-“ભાઈ, પંકજ અને સાસરિયા વાળા મને મારી નાખશે, એમને પૈસા આપી દો. તમે પપ્પાને કહી દેજો કે હું તેમની પાસે આવવા માંગુ છું”

એસીપી સાંગાનેર વિનોદકુમાર શર્માએ જણાવ્યું કે ઘટના બન્યા બાદ પિતા અશોક તંવર તરફથી રામનગરીયા પોલીસ સ્ટેશનમાં પંકજ સહિત તેના પરિવાર વિરુદ્ધ દહેજ માટે હત્યા કરવાનો કેસ નોંધાવ્યો છે.

પિતાનો આરોપ છે કે દીકરીના લવ મેરેજને સ્વીકાર કર્યા બાદ તે પતિ સાથે અમારા ઘરે આવતી જતી હતી. આ દરમિયાન જમાઈ પંકજ અને તેના ઘરવાળાઓ હર્ષિતાને દરરોજ દહેજ માટે ટોર્ચર કરતા હતા. ઘણા સમય સુધી હર્ષિતા એ દહેજની માંગણીને લઈને થતી મારપીટની વાત પોતાના પરિવારજનો થી છુપાવીને રાખી હતી.

પતિ રોજબરોજ દારૂ પીને માર જુડ કરતો હતો અને દહેજ લાવવા માટે ધમકાવતો હતો. ત્યાં સુધી ધમકી આપતો હતો કે દહેજ ન લાવી તો છૂટાછેડા આપી દઈશ. પંકજના ઘરવાળા પણ દહેજ માટે ટોર્ચર કરી તલાક લેવા માટે દબાણ કરતા હતા. કેસ માંધાતા ની સાથે જ 17 ડિસેમ્બરના રોજ એફએસએલ ટીમ CBI કોલોની પહોંચી અને પુરાવાઓ એકત્ર કરી, ઘટનાની તપાસ કરી રહી છે.