માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં ફરી એકવાર BRTS બસનો અકસ્માત સર્જાયો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો નજીક આજે સવારમાં 11 વાગ્યાની આજુબાજુ BRTSની બસનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.
બસમાં સદભાગ્યે માત્ર 4 પેસેન્જર સવાર હતાં. જેમાં કુલ 2 પેસેન્જરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બસની આગળ બીજી કોઈ બસ પાસે ન હોવાને લીધે ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. કોઈપણ વ્યક્તિને જાનહાની ન થતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાને કારણે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જાયા બાદ બસ ડિવાઇડર પર ચડી ગયાં બાદ પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને કારણે ઘટનાસ્થળ પર લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
અખબારનગર અન્ડરબ્રિજમાં અકસ્માત સર્જાયો હતો:
શહેરમાં BRTS બસ અકસ્માતો કરવા માટે કુખ્યાત છે. હાલમાં શહેરમાં આવેલ અખબારનગર અન્ડરબ્રિજમાં આખેઆખી બસ ઘૂસી જતાં બસનાં બે ભાગ થઈ ગયાં હતાં, જેને કારણે 2 લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, BRTS બસ શહેરમાં આવેલ અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને કારણે તેને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. BRTS બસ ઓવર સ્પીડ તથા સ્ટીયરિંગ લોક થવાને લીધે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી. જેને કારણે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં.
અકસ્માતની થોડી ક્ષણો અગાઉ બધાં પેસેન્જર પ્રગતિનગર નજીક ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી. આ બનાવ એટલો ભયંકર હતો કે, બસ ડ્રાઈવર સાઈડથી કુલ 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેને લીધે બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે.
ઈજાગ્રસ્ત થયેલ ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિનગર નજીક પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. આ સમયે અન્ડરપાસમાં બસ ઉતારતાંની સાથે જ બસનું સ્ટીયરિંગ લોક થવાને લીધે બસ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle