48,20,512 કરોડનું બજેટ રજૂ: વ્યાજ, પેન્શન, સંરક્ષણ અથવા સબસિડી…સરકારે સામાન્ય જનતા માટે ખોલ્યો પટારો

Budget Explainer 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ સાતમું બજેટ હતું. આ બજેટમાં નાણામંત્રીએ કરદાતાઓને મોટી ભેટ આપી છે. તેમણે પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી. આ ઉપરાંત, નવી ટેક્સ વ્યવસ્થાના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આનાથી પગારદાર કર્મચારીને 17,500 રૂપિયાનો લાભ મળશે. નાણામંત્રીએ બજેટમાં(Budget Explainer 2024) બિહાર અને આંધ્રપ્રદેશ માટે પણ મોટી જાહેરાતો કરી છે. આવો જાણીએ આ વર્ષે સરકારના પૈસા કયા સેક્ટરમાં ખર્ચ થવાની સંભાવના છે.

આ વર્ષે રૂ. 48,20,512 કરોડનો ખર્ચ થશે
બજેટ દસ્તાવેજ અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં મુખ્ય વસ્તુઓ પર કુલ 48,20,512 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 41,93,157 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે, 2023-24 માટે સુધારેલ અંદાજ 44,90,486 કરોડ રૂપિયા છે.

\

મોટા ભાગના પૈસા વ્યાજ તરફ જશે

બજેટ અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં, સરકારના મોટા ભાગના નાણાં વ્યાજની ચૂકવણી પર ખર્ચવામાં આવશે. કુલ રૂ. 48,20,512 કરોડના ખર્ચમાંથી રૂ. 11,62,940 કરોડ માત્ર વ્યાજની ચૂકવણીમાં જ જશે. આ પછી સરકાર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં 5,44,128 કરોડ રૂપિયા ખર્ચ કરશે. સરકાર રાજ્યોને 3,22,787 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. 1,50,000 રૂપિયાનું GST વળતર ભંડોળ હશે. ગ્રામીણ વિકાસમાં રૂ. 2,65,808 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગૃહ વિભાગ પર રૂ. 1,50,983 કરોડનો ખર્ચ થશે. પેન્શન પાછળ રૂ. 2,43,296 ખર્ચ થશે. સંરક્ષણ પાછળ રૂ. 4,54,773 કરોડ, ખાતર સબસિડી પર રૂ. 1,64,000 કરોડ અને ખાદ્ય સબસિડી પર રૂ. 2,05,250 કરોડ ખર્ચવામાં આવશે.