દેશનાં ઇતિહાસમાં સૌપ્રથમવખત આ રીતે કરવામાં આવશે વસ્તી ગણતરી- જાણો કેવી રીતે?

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે જ એટલે કે, 1 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હૂત. આ દરમિયાન તેમણે…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે જ એટલે કે, 1 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હૂત. આ દરમિયાન તેમણે સમગ્ર દેશમાં થનાર વસ્તી ગણતરીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, હવે સમગ્ર દેશમાં ડિઝિટલ વસ્તી ગણતરી થશે.

આની સાથે જ તે ઐતિહાસિક પગલું હશે. આની માટે નાણામંત્રી દ્વારા કુલ 3,750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં સૌપ્રથમવખત જનગણના માટે પારંપરિક કાગળ પેનને બદલે આ વખતે વસ્તી ગણતરી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ દ્વારા કરવામાં આવશે.

ભારતમાં થનાર વસ્તી ગણતરી દુનિયામાં સૌથી વધુ ડેટા એક્સર સાઈઝવાળી હશે. અહીં નોંધનીય છે કે, ભારતમાં થનાર વસ્તી ગણતરી દુનિયામાં સૌથી વધુ ડેટા એક્સર સાઈઝવાળી હશે. વસ્તી ગણતરીમાં ન ફક્ત લોકોની ગણતરી કરવામાં આવશે પણ લોકોના સામાજીક આર્થિક ડેટા પણ એકત્ર કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત વર્ષે રાજધાની દિલ્હીમાં જનગણના ભવનની આધારશિલા રાખતી વખતે જણાવ્યું હતું કે, ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા વર્ષ 2021ની વસ્તી ગણતરી મોબાઈલ એપ્લીકેશનનાં માધ્યમથી કરવામાં આવશે. આ મોબાઈલ એપ્લીકેશનમાં ડિઝિટલ સ્વરૂપે આંકડા ઉપલબ્ધ હશે.

ડિઝિટલ વસ્તી ગણતરી માટે 31 લાખથી વધુ ટ્રેઈની કર્મચારીઓ લગાવવામાં આવશે :
ડિઝિટલ વસ્તી ગણતરી માટે 31 લાખથી વધુ ટ્રેઈની કર્મચારીઓ લગાવી દેવામાં આવશે. આ દરમિયાન સમગ્ર દેશમાં લોકોના ડેટા કલેક્શન એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટફોન દ્વારા એકત્ર કરવામાં આવશે. વસ્તી ગણતરીમાં જનસંખ્યા, તેમાં મહિલા-પુરુષનું પ્રમાણ, જાતિ, શિક્ષણનું સ્તર, ઉંમર, જન્મ-મૃત્યુ, લોકોના ઘરની પરિસ્થિતિ (મકાન કાચુ છે કે પાકું), માઈગ્રેશન, વ્યવસાય વગેરેની પુછપરછ કરવાંમાં આવશે.

વસ્તી ગણતરી સાથે સંકળાયેલ ડેટા વર્ષ 2024-’25માં ઉપલબ્ધ થઈ શકશે. પહેલીવાર થનાર આ ડિઝિટલ વસ્તી ગણતરીમાં મોબાઈલ એપ્લીકેશનનાં માધ્યમથી 16 જેટલી ભાષાઓમાં જાણ કરવામાં આવશે તથા વેરિફિકેશન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *