દિલ્હી(Delhi): દેશની રાજધાની દિલ્હીમાં હોળી(Holi 2023)ના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ભજનપુરા વિસ્તાર(Bhajanpura area)માં એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટના સમયે નજીકમાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
વાયરલ વીડિયો(Viral Video)માં જોઈ શકાય છે કે, ઈમારત ધીમે ધીમે આગળની તરફ ઝૂકવા લાગી. પછી થોડીવારમાં તે જોરદાર અવાજ સાથે નીચે પડી અને કાટમાળમાં ફેરવાઈ ગયો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘રાજધાની દિલ્હીમાં ભજનપુરાના વિજય પાર્ક વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
#WATCH दिल्ली: भजनपुरा इलाके में एक इमारत भरभरा कर गिरी।
(वीडियो स्थानीय लोगों द्वारा बनाई गई है, जिसकी पुष्टि पुलिस ने की।) pic.twitter.com/N63w4Iq0T8
— ANI_HindiNews (@AHindinews) March 8, 2023
કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારત હતી. સમય જતાં બિલ્ડિંગમાં રહેતા લોકો બહાર ફેંકાઈ ગયા હતા. એટલું જ નહીં આ ઈમારત ઘણી જૂની હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા દિલ્હીના ગ્રામ્ય વિસ્તારના નજફગઢ વિસ્તારમાં 3 માળની ઈમારતનો ઉપરનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી જ વારમાં આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું. ત્યાર પછી તરત જ ફાયર બ્રિગેડ અને દિલ્હી પોલીસની સાથે અન્ય એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.
સાથે જ ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી 3 લોકોને બહાર કાઢ્યા હતા. આ પછી ઘાયલોને જાફરપુર કલાનની રાવ તુલા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, દુર્ઘટનાના દિવસે મોડી સાંજે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને 3 માળનું મકાન ધરાશાયી થયાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમની સાથે નજફગઢ પોલીસ સ્ટેશનની આખી પોલીસ ટીમ પણ હાજર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.