અહિયાં એક સાથે પાંચ લોકોના દારૂ પીવાથી મોત, સમગ્ર ઘટના વિષે જાણી ચોંકી ઉઠશો

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ કેસમાં પોલીસ સ્ટેશનની બેદરકારી ધારીને પોલીસ સ્ટેશનના પ્રભારી દિક્ષિતકુમાર ત્યાગી, લાઇટ ઇન્ચાર્જ અને ઇનચાર્જ અનોખી પુરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

સિકંદરબાદ કોટવાલી વિસ્તાર ગામ જીતગઢમાં ઝેરી દારૂ પીધા બાદ ઘણા લોકો બીમાર થઈ ગયા હતા, જેમાં આજે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય 15 લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગામલોકોનો આક્ષેપ છે કે દારૂ અને આબકારી ખાતાના સહયોગથી ઝેરી દારૂ વેચાઇ રહ્યો હતો. આ બનાવ બાદ દારૂ માફિયા કુલદીપ ફરાર છે.

ડીએમ રવિન્દ્ર કુમારે કહ્યું કે, પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે અને 15 લોકોની હાલત ગંભીર છે. અમારી પ્રાધાન્યતા આ 15 લોકોના જીવ બચાવવાની છે. કેટલાક ગામલોકોનું કહેવું છે કે આ તમામ લોકોએ દારૂ પીધો હતો, ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેથી મોત પાછળનું કારણ શું છે તે જાણી શકાય.

બુલંદશહેરની ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ગુનેગારો પર એનએસએ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક પ્રસંગે પ્રત્યેક પીડિતાને વધુ સારી સારવાર આપવા સુચના આપવામાં આવી છે. તેમજ દોષિત ડિસ્ટિલરી સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.

બુલંદશહેરના એસએસપી સંતોષકુમારસિંહે જણાવ્યું હતું કે, બેદરકારીના આરોપસર પોલીસ સ્ટેશનના પ્રભારી દિક્ષિતકુમાર ત્યાગી, લાઇટ ઇન્ચાર્જ અને ચોકીના પ્રભારી અનોખી પુરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *