ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં બમ્પર ભરતી, આ રહી આવેદન કરવા માટેની છેલ્લી તારીખ

Bumper recruitment in Indian Overseas Bank: ઇન્ડિયન ઓવરસીઝ બેંકે લોકલ બેંક ઓફિસરના પદ માટે વેકેન્સી બહાર પાડી છે. આ પોસ્ટમાં રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 12 મેથી શરૂ થઈ ગઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં લોકલ બેંક (Bumper recruitment in Indian Overseas Bank) ઓફિસરના પદ માટે ભરતી કરવામાં આવશે. લાયક ઉમેદવારો ઇન્ડિયન ઓવરસીઝ બેંકની સત્તાવાર વેબસાઇટ www.iob.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ચાલો આ વેકેન્સી સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો જાણીએ.

મહત્ત્વપૂર્ણ તારીખો
રસ ધરાવતા ઉમેદવારો લોકલ બેંક ઓફિસરની પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ 31 મે છે. આ ભરતી અભિયાનમાં લગભગ 400 વેકેન્સી ભરવામાં આવશે. બેંક તેની જરૂરિયાત મુજબ વેકેન્સીની સંખ્યા વધારી અથવા ઘટાડી શકે છે.

વેકેન્સીની વિગતો
પંજાબ – 21
ગુજરાત – 30
મહારાષ્ટ્ર – 45
ઓડિશા – 10
પશ્ચિમ બંગાળ – 34
તમિલનાડુ – 260

વય મર્યાદા – આ પદ માટે લાયક ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ (1 મે 2025 ના રોજ). જયારે અનામત કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

અરજી ફી – SC, ST, PH (દિવ્યાંગ) કેટેગરીના ઉમેદવારોએ ઇન્ડિયન ઓવરસીઝ બેંક (લોકલ બેંક ઓફિસર) માટે અરજી કરવા માટે 175 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જયારે જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના લોકો માટે 850 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત – આ પોસ્ટ માટે, લાયક ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સીટીમાંથી ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ સાથે સ્નાતક હોવું આવશ્યક છે.

એપ્લાય કેવી રીતે કરવું?
સત્તાવાર વેબસાઇટ www.iob.in પર જાઓ.
હોમપેજ પર કરિયર ટેબ પર ક્લિક કરો.
પછી લોકલ બેંક ઓફિસર એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે
તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ભરો
એપ્લીકેશન ફી ભરો
બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
ફોર્મ સબમિટ કરો
ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લઈ લો
ઇન્ડિયન ઓવરસીઝ બેંક (લોકલ બેંક ઓફિસર) ભરતી 2025 સંબંધિત અન્ય માહિતી માટે સત્તાવાર વેબસાઇટ www.iob.in ની મુલાકાત લો.