માર્ગ અકસ્માતની ઘટનામાં જેમ-જેમ સતત વધારો થઈ રહ્યો છે એ જ રીતે આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દૌસામાં ટ્રક સાથે અથડાયા પછી એક સ્લીપર બસ પુલ પરથી 30 ફુટ નીચે ખાબકી ગઈ હતી.
આ ઘટનામાં 24 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 13 લોકોની હાલત ખુબ ગંભીર છે. મુસાફરોથી ભરેલ બસ બિહારથી કોટા તરફ જઈ રહી હતી. દુર્ધટના મનોહરપુર કોથૂન હાઈવે પર લાલસોટ વિસ્તારમાં આજે સ્વરમાં સર્જાઈ હતી. એવું માનવામાં આવે છે કે, બસ અથવા તો ટ્રકમાંથી કોઈ એક વાહનચાલકને ઝોકું આવી જવાથી આ દુર્ધટના સર્જાઈ હતી.
જો કે, હાલમાં પોલીસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું હતું કે, આ ઘટના સવારમાં અંદાજે 6 વાગે સર્જાઈ હતી. બસ કોટા તરફ જઈ રહી હતી. જ્યારે ટ્રક દિલ્હીથી ગુજરાત તરફ જઈ રહ્યો હતો. હાઈવે પર નિર્ઝરના ગામ નજીક ટ્રક તથા બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે, બસ તથા ટ્રક બંને રસ્તાની નીચે સરકી ગયા હતા. બસ પુલ પરથી 30 ફુટ નીચે પડી ગઈ હતી. બસમાં મોટાભાગે બિહારી મુસાફરો હતા. અકસ્માત સર્જાયા પછી બસમાં ચીસા-ચીસ થઈ હતી. ઘટના સર્જાયા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલ લોકોએ મુશ્કેલી બાદ ઘાયલોને બસમાંથી કાઢવામાં આવ્યા હતાં.
તેમને લાલસોટ તથા દૌસાની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. ત્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલ 18 જેટલા લોકોને જયપુર રીફર કરવામાં આવ્યા છે. નવાઈની વાત તો એ કહેવાય કે, અક્સ્માંન્તની આ ઘટનામાં જાનહાની સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle