મોટી દુર્ઘટના- 41 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બે લોકોના કરુણ મોત

Accident in Haridwar: ઉત્તરાખંડ (Accident in Uttarakhand)ના હરિદ્વારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. 41 લોકોને લઈ જતી બસ 20 મીટર ઊંડી ખીણમાં પડી (Bus…

Accident in Haridwar: ઉત્તરાખંડ (Accident in Uttarakhand)ના હરિદ્વારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. 41 લોકોને લઈ જતી બસ 20 મીટર ઊંડી ખીણમાં પડી (Bus fell into the valley) હતી. અકસ્માત બાદ અફરાતફરી મચી જવા પામી હતી. હરિદ્વાર (Accident in Haridwar)ના ચાંડી ચોકથી લગભગ 200 મીટર આગળ નજીબાબાદ તરફ રોડવેઝની બસ કાબૂ બહાર ગઈ હતી અને 20 મીટર નીચે ખાઈમાં પડી હતી. બસમાં 41 લોકો સવાર હતા.

અકસ્માતમાં બસ કંડક્ટર અને 10 મહિનાની બાળકીનું મોત થયું હતું. ચાર ગંભીર રીતે ઘાયલ છે. ઋષિકેશ-શ્રીનગર રોડ પર ગુલાર પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.

SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી, રાહત અને બચાવ કામગીરી હાથ ધરી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. અકસ્માતમાં બસ કંડક્ટર અને 10 મહિનાની બાળકીના મોતના સમાચાર છે. બીજી તરફ ટિહરીમાં વધુ એક માર્ગ અકસ્માત પણ થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત પણ થયા છે.

બીજી તરફ ઋષિકેશ-શ્રીનગર રોડ પર ગુલાર પાસે એક મેક્સ વાહન અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મેક્સમાં સવાર 10માંથી આઠ લોકો ઘાયલ થયા હતા. જ્યારે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ટ્રક ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો, જેને એઈમ્સમાં લઈ જવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *