AMTS and BRTS fares hiked: વર્ષોથી AMTS અને BRTS છેલ્લા ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. ત્યારે હવે બસના ભાડા વધારવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેને મિનિમમ ભાડા માં હવે મિનિમમ પાંચ રૂપિયા વધુમાં વધુ ભાડામાં 30 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે. છે હાલ AMTS નું મિનિમમ ભાડું ₹3 અને વધુમાં વધુ 20 રૂપિયા જ્યારે BRTS(AMTS and BRTS fares hiked) નું મિનિમમ ભાડું ચાર રૂપિયા અને વધુમાં વધુ ભાડું 32 રૂપિયા છે. છેલ્લા બાર વરસ થયા બસના ભાડામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો ન હતો.
મિનિમમ 5 રૂપિયા વધુમાં વધુ ભાડામાં 30 રૂપિયા
આજે AMTS ના નવા જાહેર કરવામાં આવેલા ભાડામાં AMTS બસમાં જે મુસાફરી કરે છે તેમના માટે બસના ભાડામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં AMTS માં હાલનું ભાડું 18 થી 22 કિલોમીટરમાં માત્ર 17 રૂપિયા જ છે. એ હવે વધીને 14 થી 20 km માં ₹25 અને 20 km થી વધુમાં 30 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. BRTS માં બસમાં મુસાફરી કરનાર લોકો માટે કોઈ ફરક પડ્યો નથી. પરંતુ AMTS માં જે લોકો મુસાફરી કરે છે તેમના માટે આ ચોક્કસ ભાવથી વધારો પડશે
ભાડા વધારવા અંગે બેઠક યોજાઇ
છેલ્લા અનેક વર્ષોથી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો ન હતો. ત્યારે હવે ડીઝલ અને CNG ગેસના ભાવમાં વધારો જોતા હવે ભાડામાં પણ વધારો કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અને AMTSના અધિકારો અને ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજજ હતી.
જેમાં ભાજપના કાર્યકરો દ્વારા બસના પ્રવર્તમાન ભાડામાં કેટલો અને કેવી રીતે વધારો કરી શકાય તે અંગે વિચારણા કરી હતી. જેને લઈને આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.