Stock Market Update: આજે તારીખ 11 એપ્રિલ એટલે કે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે કાલની રજા પછી માર્કેટમાં તેજી જોવા મળી છે. ઘણા દિવસો પછી માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલતાં (Stock Market Update) રોકાણકારોને રાહતનો અનુભવ થયો છે.
હાલ થોડાક સમય પહેલા યુએસમાં ટેરિફ અને રેપો રેટમાં ઘટાડા અને ફુગાવા નિયંત્રણમાં રહેવાની RBIની આગાહી અનુસાર 90 દિવસની રાહતને કારણે સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50 લગભગ 1.5 ટકા જેટલો વધારો થયો છે. દરેક ક્ષેત્રનો નિફ્ટી ઇન્ડેક્સ લીલા રંગમાં જોવા મળ્યો છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં સારી ખરીદી
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી છે. એકંદરે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 5.77 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જેનો અર્થ એ થયો કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 5.77 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ હાલમાં 991.32 પોઈન્ટ એટલે કે 1.34 % ના વધારા સાથે 74838.47 પર જોવા મળ્યું છે અને નિફ્ટી 50 337.90 પોઈન્ટ એટલે કે 1.51% ના વધારા સાથે 22737.05 પર જોવા મળ્યું છે.
આજે BSE પર 2533 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમાંથી 2148 શેર મજબૂત જોવા મળી રહ્યા છે. 264 શેર નીચે તરફ વલણ બતાવી રહ્યા છે અને 121 શેર કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ ઉપરાંત 14 શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તર પર અને 11 શેર એક વર્ષના નીચલા સ્તર પર જોવા મળ્યા છે. 64 શેર ઉપલા સર્કિટમાં પહોંચ્યા હતા. જ્યારે 22 શેર નીચલા સર્કિટમાં જોવા મળ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App