સમગ્ર દેશમાં હત્યાના બનાવોમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. હત્યાના બનાવોમાં તો કોઈ સંબંધ પણ આડો આવતો નથી. માતા પુત્રની અથવા તો સાસુ વહુની હત્યા કરી નાંખતા હોય છે.
ઈન્ટરનેટ પર વાંચીને એક જમાઈએ પોતાની પત્ની, સાસુ-સસરા તથા સાળીની હત્યા કરી નાંખવાનું ષડયંત્ર રચ્યુ હતું. થેલિયમ નામનો એક ખુબ ઝેરી પદાર્થ પોતાના દુશ્મનો માટે ઉપયોગ કરતો હતો. આનો ઉપયોગ કરીને પોતાની પત્નીના પરિવારને ખત્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સસરાના પરિવાર માટે ફિશની વાનગીમાં થેલિયમ ભેળવીને પોતાની સાથે લાવ્યો હતો. પત્ની, સાળી, સાસુ તેમજ સસરાને ખવડાવીને, પોતાને દાઢનો દુખાવો હોવાનું જણાવી ફિશ ન ખાધી. ઝેરની અસરથી સાળી તથા સાસુના મોત નીપજ્યા છે, જ્યારે તેની પત્ની હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
થેલિયમને લીધે પત્ની તથા પુત્રીનું નીપજ્યું મોત :
હોમિયોપેથી દવાઓના નિર્માતા દેવેન્દ્ર મોહન શર્મા પોલીસને કહે છે કે, થેલિયમને લીધે તેમની દીકરી પ્રિયંકા શર્મા તેમજ તેમની પત્ની અનિતા શર્માનું મોત નીપજ્યું છે. જ્યારે તેમની મોટી દિકરી દિવ્યા હોસ્પિટલમાં દાખલ છે. આની સાથે જ દીકરી અને પત્નીનું મોત થયું છે.
એબોર્શન બાદ દિવ્યાને હેરાન કરવાનું શરૂ કર્યું :
શર્માએ પોલીસને કહ્યું હતું કે, ડોક્ટરનાં જણાવ્યા પ્રમાણે દિવ્યાએ એબોર્શન કરાવ્યુ હતું. ત્યારબાદ વરુણ તથા તેનો પરિવાર દિવ્યાને ખૂબ હેરાન કરવા લાગ્યા હતા. 31 જાન્યુઆરીનાં રોજ દિવ્યા પોતાના માતા-પિતાના ઘરે આવી હતી. વરુણે દિવ્યાને કોલ કરીને જણાવ્યું હતું કે, તે પરિવાર માટે ફિશ બનાવીને લાવ્યો છે. દિવ્યાએ ફિશ લાવવાની ના પાડતા તે બપોર ફિશ લઈને ઘરે પહોંચ્યો હતો.
1 ફેબ્રુઆરીથી પ્રિયંકાની તબિયત લથડવા લાગી :
શર્માએ જણાવ્યું કે દિવ્યા, મારી પત્ની તથા મને આ ફિશ જબરજસ્તીથી ખવડાવી હતી. મારી પુત્રી પ્રિયંકા ઘરે ન હતી તો તેણે સાંજે ઘરે આવ્યા બાદ તેને ફિશ ખવડાવી હતી. ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી પ્રિયંકાની તબિયત લથડવા લાગી હોવાંથી હોસ્પિટલમાં દાખલ કરવા છતા તેનું 15 ફેબ્રુઆરીએ મોત થયુ હતું.
મારી પત્ની અને પુત્રી દિવ્યાના બલ્ડ ટેસ્ટમાં થેલિયમ હોવાનું સામે આવ્યું :
શર્માએ જણાવ્યું કે, મારી મોટી દીકરીના પણ 15 ફેબ્રુઆરીથી વાળ ખરવાના શરૂ થઈ ગયા હોવાથી વરુણે 2 દિવસ બાદ મારી દીકરીના વાળ કાપી નાંખ્યા હતા. તેની પણ સ્થિતિ સતત લથડતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. મારી પત્ની-પુત્રી દિવ્યાના બલ્ડ ટેસ્ટમાં થેલિયમ હોવાનું સામે આવ્યું હતું. પત્નીનું પણ 21 માર્ચે મોત થયુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.