મંદીના માહોલમાં ફક્ત 1.75 લાખમાં મળી રહી છે મારૂતિની આ કાર. જાણો વિગતે

ભારતના કાર બજારમાં મારૂતિ સુઝુકી એક જાણીતી કંપની સાબિત થઇ છે. આ કંપનીની કાર ભલે નવી હોય કે જૂની પરંતુ આ કંપનીની દરેક ગાડીઓની સૌથી વધુ માંગ રહે છે.સામાન્ય રીતે નવી કાર ખરીદવી જેટલી સરળ છે એટલી જૂની કાર ખરીદવી સરળ નથી.તેની પાછળનું કારણ એ છે કે જૂની કારની સાચી જાણકારી ના મળવાનો સૌથી વધારે અભાવ હોય છે. પરંતુ હવે આજકાલ ઘણી કાર નિર્માતા કંપનીઓએ સેકન્ડ હેન્ડકાર્સનો પણ બિઝનેસ શરૂ કરી દીધો છે. જ્યાં તમે સેકન્ડમાં સારી કાર ખરીદી કરી શકો છો. ભારતમાં સેકન્ડ હેન્ડ કારોનું માર્કેટ ખૂબ મોટું છે. અને માર્કેટમાં સારો ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતેતો સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે તમારી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે. પણ સૌથી મોટી તકલીફ આવે છે ડોક્યૂમેન્ટ્સ, કાર હિસ્ટ્રી અને ગાડીની સાચી કન્ડિશનની જાણ રાખવી. એવામાં કોઇ લોકલ જગ્યાથી ગાડી બિલકુલ ખરીદશો નહીં. જો કોઇ ઓળખીતા પાસેથી કાર લઇ રહ્યા છો તો અલગ વાત છે. સેકન્ડ હેન્ડ કાર માટે તમે મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ, ટૂ વેલ્યૂ, Droom, હુંડઇ સહિત કેટલીક કંપનીઓની બ્રાન્ડસ તમને મળી જાય છે.

તમને મારૂતિ True Value માં તમને ઘણી સારી સેકન્ડ હેન્જ કાર સરળતાથી મળી જશે. True Value પ્રમાણે આ સમયે ઑલ્ટો, સ્વિફ્ટ, વેગનઆર અને સેલેરીયો જેવી ગાડીઓ ઊભી છે જે ટેસ્ટેડ છે સાથે જ એમની કન્ડીશન પણ એકદમ સારી છે. અહીંયા પર વેગન-આર તમને માત્ર 1.75 લાખ રૂપિયામાં મળી જશે. સાથે જ તમને આ ગાડી પર 1 વર્ષની વોરંટી અને 3 સર્વિસ ફ્રી મળશે. આ ઉપરાંત ગ્રાહકોની સુવિધા માટે સરળ પેપર્સ અને કારની ચકાસણી કરેલી હિસ્ટ્રી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક સારી પસંદગીની કારોમાં તમને 1.50 લાખ રૂપિયામાં ઑલ્ટો મળી જશે, 2.30 લાખ રૂપિયામાં તમે સેલેરીયો અને 2.50 લાખ રૂપિયામાં સ્વિફ્ટ ખરીદી શકો છો.

જૂની કાર ખરીદતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઇએ ? જાણો અહીં

કારની સર્વિસ હિસ્ટ્રી કાર માલિકથી લઇને જુઓ. જેનાથી તમને ખબર પડશે કે કારની સર્વિસ અને મેન્ટેનેન્સ ક્યારે ક્યારે થઇ છે અને ક્યારે સૌથી મોટી ખરાબી થઇ છે.

કારને ખરીદતી વખતે એનો ઇન્શ્યોરન્સ જોઇ લો, જે કાર તમને વેચવામાં આવી રહી છે એનો ઇન્શ્યોરન્સ કરાવ્યો છે કે નહીં. ઇન્શ્યોરન્સ પેપર તમારા નામે ટ્રાન્સફર થઇ જાય, એ પણ સુનિશ્ચિત કરી લો.

કારને જ્યારે જોવા જાવ તો પોતાની સાથે એક મિકેનિકને જરૂરથી લઇ જાવ, કારને અંદર અને બહાર બંને તરફથી સારી રીતે ચેક કરવી પડશે.

કારના તમામ પાર્ટ્સ બોડી, પેન્ટ, એન્જીન, દરવાજા, ડેકી, હુડ, લાઇટ, કાચ વગેરે બારીકીથી તપાસ કરી લો.

કારને ખરીદતી વખતે સ્વાભાવિક છે તમે એની આરસી જરૂરથી જુઓ. પરંતુ આરસીમાં લખેલી ડેટ બોનટની નીચે ગાડીના મેન્યુફેક્ચર ડેટથી મળે છે કે નહીં એ જરૂરથી ચેક કરો.

કોઇ પણ ગાડીને તમે જ્યાં સુધી ચલાવી નહીં જુઓ ત્યાં સુધી કારની સાચી કન્ડીશનનો અંદાજો લગાવી શકશો નહીં.

એટલા માટે કાર ચલાવીને એની પિકઅપ, ગિયર શિફ્ટિંગ, એક્સિલેરેટરની જાણ થઇ શકે છે કે એમાં કોઇ ખરાબી તો નથી ને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *