કેડીલાના રાજીવ મોદી મુશ્કેલીમાં: બલ્ગેરિયન યુવતી બાદ બીજા 100 લોકો એ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

Rajiv Modi Sexual Harassments Case: કેડીલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપો મામલ ચાલી રહેલા કેસને લઈને આજે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં(Rajiv Modi Sexual Harassments Case) સુનાવણી કરવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં કરેલા એ-સમરી રિપોર્ટ મુદે આગામી દિવસમાં કોર્ટ ચુકાદો આપશે.

24 જૂનના રોજ સુનાવણી કરવામાં આવશે
કેડીલાના રાજીવ મોદી સામે થયેલ આક્ષેપ પર સેશન્સ કોર્ટ ચુકાદા પર મુદત પડી છે. કોર્ટમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ એ-સમરી રિપોર્ટ મુદ્દે આગામી દિવસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. પીડિતાની રજૂઆત છે કે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ એ સમરી રિપોર્ટ પોલીસે ખોટી રીતે ભર્યો છે. પોલીસે રજૂ કરેલો એ સમરી રિપોર્ટ રદ્દ કરવા માટે પણ પીડિતાએ કોર્ટમાં અરજી કરી છે. ત્યારે હવે આ કેસમાં આગામી 24 જૂનના રોજ સુનાવણી કરવામાં આવશે અને ચુકાદો આપવામાં આવશે.

લેબર કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
તો બીજી તરફ, લેબર કોર્ટમાં રાજીવ મોદી સામે વધુ એક અરજી કરવામાં આવી છે. કેડિલાના 100થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર જ છૂટા કરી દેવાનો વિવાદ આખરે કોર્ટમાં પહોંચ્યો છે. કેડીલાના કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છુટા કરવા મુદ્દે લેબર કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. લેબર કોર્ટમાં થયેલી અરજી પર આગામી દિવસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે.

તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે ફરી એકવાર નવી ફરિયાદ દાખલ થતા મામલો વધુ ગરમ બન્યો છે.