બેરોજગારો આપઘાત ન કરે એ માટે સૌરાષ્ટ્રનાં આ યુવાને શરુ કર્યું અનોખું અભિયાન -રોજગારી મેળવવાં આ નંબર પર કરો કોલ

હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ ભાવનગર શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે. રોજગારી ન મળી હોય તેવા…

હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ ભાવનગર શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે. રોજગારી ન મળી હોય તેવા યુવાનોમાં આપઘાત કરવાનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે તથા આવા બેરોજગાર લોકોને આપઘાતમાંથી બચાવવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઓમ ત્રિવેદીએ એક મહિના પહેલાં અભિયાનની શરૂઆત કરી હતી.

જેમાં બેરોજગારોને પોતાનો મોબાઈલ નંબર આપીને તેઓની લાયકાત પ્રમાણે રોજગારી આપવાનો પ્રયત્ન કરવાની શરૂઆત કરી હતી. જેમાં એક મહિનાના અંતે કુલ 109 બેરોજગારો લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ 109 પૈકી કુલ 63 ઉમેદવારોને રોજગારી મળી હતી.

આ અભિયાનમાં ફક્ત ભાવનગર જ નહીં પરંતુ કોડીનાર, સાવરકુંડલા, રાજકોટ, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, સુરત, બોટાદ, પાટણ સહિત કેટલાંક જિલ્લાઓમાંથી બેરોજગારોએ સંપર્ક કર્યો હતો. આ અભિયાન ગત‌ 2 ડિસેમ્બરથી શરૂઆત કરવામાં આવ્યું હતું. તેમાં જે લાયકાતો ધરાવતા બેરોજગારો સંપર્ક કરવામાં આવ્યો હતો એમાં એન્જિનિયર, MBA, MCA, BCA, BA Bed, MA bed, BA, MA,, M.ped, Bcom, 10th & 12th પાસ/ફેલની લાયકાતો ધરાવનાર યુવાનોનો સમાવેશ કરવામાં આવે છે.

શહેરના કોમ્પ્યુટર તેમજ સ્પોકન ઇંગ્લિશ કલાસીસે 5 બેરોજગારોની લાયકાતમાં વધારો કરવા માટે નિઃશુલ્ક તાલિમ આપવાનું કહ્યું હતું. 2 મિત્રોની તાલીમ પણ શરૂઆત થઈ હતી. મિકે. ઇન્ડ, હીરા,મેડિકલ સ્ટોર, ફાર્મા અજેન્સી, કોર્પોરેટ સેક્ટર, બહેનો માટે ઘેર બેઠા આવકની સાથે કામ,ઇલેક્ટ્રિકલ ફર્મ, ટી પોઇન્ટ, હોસ્પિટલ, દવાખાના, માર્કેટિંગ સહિત અનેક સેક્ટરમાં કુલ 63 જેટલા બેરોજગારોને રોજગારી મળી રહે છે.

આ અભિયાનની સફળતા ડિજિટલ ક્રાંતિને આભારી :
ઝુંબેશના પ્રણેતા ઓમ ત્રિવેદી જણાવે છે કે, આ અભિયાન ડિજિટલ ઇન્ડિયાના વિચારને અનુલક્ષી ટેકનોલોજીના હકારાત્મક ઉપયોગથી કરવામાં આવ્યું છે, આ કાર્ય ડિજિટલ ક્રાંતિને આભારી છે. આ અભિયાનમાં એક પણ બેરોજગારને રૂબરૂ મળ્યા વગર તેમને તેમની લાયકાતથી કામ આપવા માટેનાં પ્રયત્ન કરૂ છું. કોઈપણ બેરોજગાર રોજગારી માટે મોબાઈલ નં.9924343536 પર સંપર્ક કરી શકે છે.

ઉમેદવારોને સરકારી ભરતીનું માર્ગદર્શન પણ અપાય છે :
આ અભિયાન હેઠળ બેરોજગારોને સરકારી અથવા તો પ્રાઇવેટ નોકરીની તૈયારી માટે નિઃશુલ્ક માર્ગદર્શનની સાથે ભારત સરકારના વિવિધ વિભાગો અથવા તો રાજ્યોમાં આવતી,લાગુ પડતી ભરતી માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *