સુરતના કતારગામમાં કોલેજથી ઘરે આવતા યુવકોની ભડકે બળી કાર- બહાર નીકળે તે પહેલા જ… 

અવારનવાર રસ્તા પર શરુ વાહનોમાં આગ લાગી જતી હોય છે. આવીજ એક ઘટના સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલ એક બ્રિજ પર સર્જાય છે. બ્રિજ પરથી…

અવારનવાર રસ્તા પર શરુ વાહનોમાં આગ લાગી જતી હોય છે. આવીજ એક ઘટના સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલ એક બ્રિજ પર સર્જાય છે. બ્રિજ પરથી પસાર થતી કારમાં એકા એક અચાનક જ બોનેટના ભાગેથી ધુમાડા નીકળવા મંડ્યા હતા. આ જોઇને કારમાં સવાર ગાડી ચાલક સહિતના અન્ય લોકોએ સમયસૂચકતા દાખવી હતી.

સૌ પ્રથમ કારને ઉભી રાખી દીધી અને કારમાં સવાર લોકો બહાર નીકળે એ પહેલા કાર આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. ઓન કારમાં સવાર પાંચેય યુવકો સમય સર કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ કારમાં તો આગ લાગી હતી.

સુરત શહેરમાં આવેલા કતારગામ વિસ્તારમાં સિંગણપુરની રાજદીપ સોસાયટીમાં રહેતા યુવક કોલેજથી ઘરે પાછા આવી રહ્યા હતા. કોલેજ પૂર્ણ થયા બાદ તમામ મિત્રો ડભોલી બ્રિજ પરથી થઇ ને સિંગણપુર તરફ આવી રહ્યાં હતાં. તે દરમિયાન શરુ કારમાં ધુમાડો નીકળતો હોવાનું એક યુવકને લાગ્યું હતું. ધુમાડો જોતો ત્યારે કાર ચાલકને કારમાં આગ લાગી હોવાની શંકા થઇ હતી. અને તરતજ કારને બ્રિજની સાઈડમાં ઉભી રાખી દીધી હતી.

કાર ચાલે કાર ઉભી રહી અને હજુ તો બહાર આવે તે પહેલા જ કારના બોનેટમાંથી નીકળતા ધુમાડાની બદલે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. પણ સારી વાત એ છે કે તમામ મિત્રો બહાર નીકળીને સલામત રીતે કારથી રીતે દૂર થઇ ગયા હતા.

આગ હજુ વધતી ન હોવાથી તમામ મિત્રોએ પોતાનો સામાન કારમાંથી સલામત રીતે કાઢી લીધો હતો. કારમાંથી થેલા અને તમામ ડોક્યુમેન્ટ પણ કાઢી લીધા હતા. કારમાં આગ લાગતી જોઇને બ્રિજ પર વાહનો થોડીવાર માટે થંભી ગયાં હતાં. જયારે કારમાં આગ લાગી ત્યારે બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થઇ રહ્યા હતા તેથી તમામ લોકોમાં ડરનો માહોલ ફેલાય ગયો હતો.

કારમાં લાગેલી આગને જોઇને સામેની સાઈડ પર એક બીઆરટીએસ બસ ઉભી રહી હતી અને. બસ માંથી એક યુવકે ફાયર એસ્ટીન્ગ્યુશર લીધું હતું. ફાયર એસ્ટીન્ગ્યુશર લીધા બાદ તે જાતે જ આગ પર કાબૂ મેળવવા માટે કાર પાસે ગયો હતો.

પરંતુ આગ વિકરાળ હતી અને તેથી ફાયરના ટાંચા સાધનો કામમાં આવ્યા ન હતા. પરંતુ સામે આવ્યું છે કે યુવકે જોખમ ખેડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ઘટના વિષે ફાયરબ્રિગેડને  જાણ કરવામાં આવી. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતા તરત જ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ટીમ આવી પહોચી હતી.

ફાયરબ્રિગેડ ટીમે આગની જ્વાળાઓમાં લપેટાયેલી કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.  ત્યાર બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કારમાં લાગેલી આગનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *