તમારા ઘરમાં કાર હોય તો આ વ્યવસ્થા પેલા કરી લેજો નહિતર ચાર્જ ચુકવવા તૈયાર રહેજો- આ શહેરના પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ શહેરની વધતી જતી વસતીને કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે તેને લઇને અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની યોજવામાં આવેલી એક બેઠકમાં નવી પાર્કિંગ પોલિસી માટે દરખાસ્ત મૂકી છે. આ હેઠળ વાહન માલિકોએ પોતાની પાસે કાર પાર્કિંગની સુવિધા હોવાના તમામ પૂરાવા રજૂ કરવા પડશે.

અમદાવાદના પોશ વિસ્તારો અને ખાસ કરીને કમર્શિયલ જગ્યા પર ગમેતેમ થતા વાહન પાર્કિંગ અને ખાસ કરીને કારના પાર્કિંગ ગમેતેમ આડેધડ કરવામાં આવે છે. અમદાવાદ શહેરના માર્ગો પર ગમે ત્યાં થતા પાર્કિંગ અને ત્રાફિકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મહાનગર પાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ દરખાસ્ત મૂકી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારને પાર્કિંગ પોલિસી બનાવવા માટે કહ્યું હતું. હવે મહાનગરપાલિકા આ દરખાસ્ત મુજબ નવી પોલિસી બનાવી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

મહાનગરપાલિકા-અમદાવાદની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જે દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેમાં હાલની સ્થિતિએ 74 જેટલી પાર્કિંગ સાઈટ શહેરમાં ઉપલબ્ધ છે. જયારે ઓન રોડ પાર્કિંગ માટે પોલીસ વિભાગનો પણ અભિપ્રાય લેવામાં આવવાનું ઠેરવવામાં આવ્યું છે. સાથે સાથે રોડ પર વાહન પાર્કિંગ માટે અલગથી ચાર્જ વસૂલવામાં આવશે તેવી દરખાસ્ત પણ બેઠકમાં રજુ કરવામાં આવી છે.

ખાસ કરીને કમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગ પ્લોટની અછત છે તો કેટલાય કમર્શિયલ બિલ્ડીંગમાં પાર્કિંગની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં નથી. જેને પરિણામે, પોતાના કામ-ધંધે આવતા નાગરિકોને વાહન પાર્ક કરવા માટે આમતેમ ભટકવું પડે છે અથવા તો ગમે ત્યાં જગ્યા મળે ત્યાં વાહન પાર્ક કરીને ચાલ્યા જાય છે. આ પરિણામે રસ્તા પર આડેધડ પાર્કિંગ જોવા મળે છે અને સામાન્યથી માંડીને પીક-અવર્સમાં ટ્રાફિકની ખુબ જ મોટી સમસ્યા સર્જાય છે.

અમદાવાદમાં મૂળ વાહન પાર્કિંગ માટેના પ્લોટની પણ અછત હોવાનું મહાનગરપાલિકાની નજરમાં છે. રહેણાક વિસ્તાર અને સોસાયટીઓમાં પણ વાહન પાર્કિંગ કરવા માટે ખાસ કરીંને કાર પાર્કિંગની પર્યાપ્ત સગવડ નથી. તો ફ્લેટ ધારકો પણ રસ્તા પાર આવેલા ફ્લેટ હોય તો ત્યાં બહાર જ કાર પાર્ક કરી નાખતા હોય તે એક સત્ય હકીકત છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *