3 youths died in Patan accident: કાલે રક્ષાબંધનના તહેવારના દિવસે એક ગંભીર અકસ્માતમાં ત્રણ યુવાનોમાં મોત નીપજયા હતા. કાલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત થતાં બહેનોનું રાખડી બાંધવાના ઉત્સવમાં માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર ઘટના પાટણ જિલ્લાની છે.જ્યાં વહેલી સવારે આગળ જતી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ યુવકનાં(3 youths died in Patan accident) ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ મોત
પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો ખુબ વધી રહ્યા છે. ત્યારે આજે રાધનપુરના સોનલનગર ખાતે રહેતા હસમુખભાઈ છગનભાઈ ઠક્કર, પીન્ટુભાઇ સોમાભાઈ રાવળ, દશરથભાઈ જેહાભાઇ રાવળ ત્રણ યુવાનો પૂનમ હોવાથી ચોટીલા દર્શન કરવા જઈ રહ્યા હતા.
જ્યાં સમીથી 5 કિલોમીટર દૂર શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાતાં ત્રણ યુવકને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી, જેમાં સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
સમી પોલીસના પી,એસ,આઈ જય કુમાર શુક્લ જણાવ્યું છે કે, વહેલી સવારે અકસ્માતની માહિતી મળતા જ અમે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. હાઇવે માર્ગ ઉપર બેદરકારી પૂર્વક ટ્રક પાર્ક કરવા બાબતે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમા આ ટ્રકમાં રાધનપુરથી મેળાનો સામાન ભરીને રાજકોટ તરફ જતી હોવાનું સામે આવી રહ્યું છે.
કારના ફુરચેફુરચા ઊડી ગયા
આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને સમીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈને આગળની કાર્યાવહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે, કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા છે. નોંધનીય છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરુણ ઘટના બનતાં બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.
બે દિવસ પહેલાં આ હાઇવે પર આધેડનું મોત થયું હતું
આ હાઇવે પર બે દિવસ પહેલાં પણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સમીના આધેડનું મોત થયું હતુ. એ અંગે મૃતકના પુત્રએ સમી પોલીસ મથકે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સમી ખાતે રહેતા યાકુબભાઈ શેરમોહમ્મદ સૈયદ તેઓ તેમની બાઈક લઈને પેટ્રોલ પુરાવા હાઇવે ઉપર ગયા હતા એ વખતે સમી-શંખેશ્વર હાઇવે ઉપર કાર સાથે અકસ્માત સર્જાતાં 108 મદદથી સમી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં તેમનું મોત થયું હતું. ત્યાર પછી આધેડના મૃતદેહને સમી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી મુર્ત્દેહને પરિવારને સોપી દેવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube