બુધવારે રાત્રે 10.30 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્વિફ્ટ કાર (Swift car)નું ટાયર ફાટવાને કારણે કાર બેકાબૂ કાર દિવાલ સાથે ભયંકર રીતે અથડાતા 3 લોકોના મોત થયા હતા. કારમાં ઝુંઝુનુના એક જ પરિવારના 5 લોકો સવાર હતા. આ અકસ્માત (accident)માં બે લોકો ઘાયલ થયા છે. જયારે 3ના કરુણ મોત નીપજ્યા છે.
આ અકસ્માત ઝુંઝુનુ બોર્ડરથી 25 કિમી દૂર હરિયાણાના બહલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંગલ ગામમાં ચેકપોસ્ટ પાસે રાત્રે 10.30 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટાયર ફાટવાને કારણે કાર બેકાબૂ બનીને રોડની બાજુમાં આવેલા એક ખાલી મકાનની દિવાલ તોડીને અથડાઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કોઈક રીતે યુવકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેઓ એક સંબંધીની કાર લઈને નીકળ્યા હતા. બધા એકબીજાના સગા છે અને દવા લઈને હિસારથી ઝુંઝુનુ પરત ફરી રહ્યા હતા. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, લોહારુ (હરિયાણા) ખાતે લઈ જવામાં આવ્યા હતા.
મૃતકોમાં પિલાનીના સુજદોલાના સંદીપ (29) અને પ્રદીપ (21) બંને પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. આ સિવાય સુલખાણીયાના બાસમાં રહેતો રાકેશ (24) સંદીપના માસીના પુત્ર હતો. ઘાયલ પ્રવીણ (25) મૃતક રાકેશનો સગો ભાઈ છે અને રાજકુમાર (23) સંદીપ-પ્રદીપનો પિતરાઈ ભાઈ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા સંદીપના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા, જ્યારે બાકીના તમામ અપરિણીત હતા. સંદીપ ખાનગી બસ ચલાવતો હતો, પ્રદીપ ભણતો હતો, રાકેશ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. ઇજાગ્રસ્ત બંને યુવકો ખેતીકામ કરે છે.
રાકેશને પેટમાં ઈન્ફેક્શન હતું:
અકસ્માતમાં રાકેશ (24)નું મોત થયું હતું. રાકેશને પેટમાં ઈન્ફેક્શન હતું. તેની સારવાર માટે તમામ યુવકો કાર લઈને હિસાર ગયા હતા. સંદીપે સોરડામાં રહેતા તેના સાળા અજીત કુમારની કાર લીધી હતી. આ લોકો રાકેશની હિસારની હોસ્પિટલમાં સારવાર કરાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ કારનું ટાયર ફાટ્યું હતું. અકસ્માત બાદ સુજડોલા અને સુલખાણીયા ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.