લગ્નમાંથી પછી ફરી રહેલ કાર ઊંડી ખીણમાં ખાબકી, ડ્રાઇવર સહિત એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ

Chamoli car accident: ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની હતી. જ્યાં કોરેલધારમાં એક કાર ઊંડી ખીણમાં પડી દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. જેનાથી કાર સવાર ડ્રાઇવર સહિત 5 તમામ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઘટના અંગે જાણકારી મળતા જ SDRFની ટીમ (Chamoli car accident) લાશને રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે ત્યાં સતત થઈ રહેલ વરસાદને કારણે રેસકયુ ઓપરેશનમાં મુશ્કેલીઓ વધી રહી છે.

સમાચાર સામે આવી રહ્યા છે કે દુર્ઘટના શિકાર થયેલા તમામ લોકો નિજમુલા વિસ્તારમાંથી લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટના સાંજના 6:30 વાગ્યા આસપાસ ઘટી હતી. જોકે જે સમયે દુર્ઘટના થઈ તે સમયે કોઈને પણ તેની ખબર પડી ન હતી.

પોલીસ પાસેથી જાણકારી મળી છે કે ગોરેલધારમાં એક કાર ઊંડી ખીણમાં પડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં કારમાં સવાર તમામ 5 લોકોના મૃત્યુ થયા હતા. ખીણમાંથી લાશને બહાર કાઢવા માટે બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પરંતુ સતત વરસતા વરસાદને કારણે ઓપરેશનમાં મોડું થઈ રહ્યું છે.