રિઝર્વ બેંકે(RBI) આજે એક મોટો નિર્ણય લીધો છે. હવે તમે કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા તમામ બેંકોના ATMમાં આપવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ વાતની પુષ્ટિ કરી છે. તેનો હેતુ પૈસા ઉપાડતી વખતે થતી છેતરપિંડીઓને રોકવાનો છે. કેટલીક બેંકો કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. જે હવે દેશભરની તમામ બેંકોના ATMમાં લાગુ કરવામાં આવશે.
સેન્ટ્રલ બેંક આરબીઆઈના જણાવ્યા અનુસાર, કાર્ડ વિના પૈસા ઉપાડવાથી સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ, ડિવાઈસ ટેમ્પરિંગ જેવી છેતરપિંડીઓને રોકવામાં મદદ મળશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, “હાલમાં એટીએમ દ્વારા કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા માત્ર કેટલીક બેંકો સુધી મર્યાદિત છે.
હવે UPIનો ઉપયોગ કરીને તમામ બેંકો અને ATM નેટવર્ક પર કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા પ્રદાન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વ્યવહારોની સરળતા ઉપરાંત ફાયદો એ થશે કે આવા વ્યવહારો માટે ફિઝિકલ કાર્ડની જરૂર રહેશે નહીં અને કાર્ડ સ્કિમિંગ અને કાર્ડ ક્લોનિંગ વગેરેથી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.
કાર્ડલેસ ઉપાડની સુવિધા હેઠળ વ્યક્તિ ડેબિટ કાર્ડની મદદ વિના એટીએમમાંથી રોકડ ઉપાડી શકે છે. કાર્ડલેસ ઉપાડ એક દિવસમાં 100 રૂપિયા, વધુમાં વધુ 10,000 રૂપિયા અથવા મહિનામાં 25,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. મર્યાદા અંગેનો કોઈપણ નિર્ણય નિયમનકારી ધોરણે લેવામાં આવશે. ગવર્નર દાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ભારત બિલ પેમેન્ટ માટે નેટવર્થ 100 કરોડથી ઘટાડીને 25 કરોડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.