ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈને વૃદ્ધ પિતાને દરેક હોસ્પીટલમાં દાખલ કરવા માટે ભીખ માંગતો રહ્યો પુત્ર, તેમ છતાં પણ…

હાલ કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં મૃત્યુએ આખા દેશને હચમચાવી નાંખ્યો છે. આ દરમિયાન 70 વર્ષના કોરોના દર્દીઓનો એક પરિવાર તેમની કારમાં ઓક્સિજન સિલિન્ડર લઈને હોસ્પિટલોની આસપાસ ફરતો રહ્યો. પરંતુ તેમને કોઈ પણ હોસ્પિટલમાં બેડ મળ્યો નહીં. જેના કારણે તેને ઘરે પરત ફરવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, વૃદ્ધ સુશીલકુમાર શ્રીવાસ્તવ સુગર અને બી.પી.ના દર્દી છે. બુધવારે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પરિવારજનો તેમને તાત્કાલિક વિવેકાનંદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ હોસ્પિટલમાં તેમની નિયમિત સારવાર કરવામાં આવે છે.

પરંતુ ડોકટરોએ તેમને કોવિડ-19ની તપાસ કર્યા વિના સારવાર કરવાની ના પાડી દીધી. આ સમય દરમિયાન, તેમનું ઓક્સિજનનું સ્તર ઘટતું હતું. આવી પરિસ્થિતિ હોવા છતાં હોસ્પિટલના ડોકટરો તેમની સારવાર કરવા માટે તૈયાર નહોતા. બાદમાં તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું પરંતુ ડોક્ટરોએ બેડનો અભાવ હોવાનું જણાવી તેને બીજી હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું. દીકરો ઓક્સિજન સિલિન્ડર ગાડીમાં રાખીને વૃદ્ધ પિતાને શહેરની દરેક હોસ્પિટલમાં સારવાર માટે રખડતો હતો. ડોકટરોને ફોન પર પણ પૂછ્યું, પણ ક્યાંયથી કોઈ મદદ મળી ન હતી. આ સમય દરમિયાન, ઓક્સિજન સિલિન્ડર પૂરો થવાં લાગ્યો તેથી ઓક્સીજન સેન્ટરમાંથી મોટી રકમમાં બીજું ઓક્સીજન સીલીન્ડર ખરીદ્યું.

મોટા પુત્ર આશિષ શ્રીવાસ્તવ કહે છે કે, બુધવારે સાંજથી તેના પિતાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેથી તે વિવેકાનંદ હોસ્પીટલમાં ચેકઅપ માટે લઈ ગયો. પરંતુ ત્યાંના ડોકટરોએ તેને કોરોનાનો ટેસ્ટ કરાવ્યા વગર સારવાર કરવાની ના પાડી. પછી તરત જ 2 કલાકમાં પિતાનો રિપોર્ટ કરાવતા તે પોઝીટીવ આવ્યો હતો. પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું. હોસ્પિટલ તરફથી કોઈ મદદ ન થવાને કારણે તેઓએ બજારમાંથી બીજો સિલિન્ડર ખરીદ્યો હતો.

તેમણે જણાવ્યું કે, તેના પિતાની હાલત ખૂબ ખરાબ છે. ડોક્ટરોને પણ ખૂબ વિનંતી કરવામાં આવી હતી. પણ ત્યાં બેડ ન હોવાનું જણાવ્યું. હમણાં અમે ઘરે તેની સંભાળ રાખીએ છીએ. ઘણી હોસ્પિટલોમાં ગયા પણ તેમને કોઇપણ જગ્યાએ દાખલ કર્યા નહિ. આ ઘટનાથી આખો પરિવાર તૂટી ગયો છે. આ ઘટના લખનૌમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *