માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Electric Supercar! 3 સેકન્ડમાં પકડી લેશે 100 Kmphની સ્પીડ 

Electric Supercar launch: દુનિયાભરના લોકો હવે ઈલેક્ટ્રિક કાર લેવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ ઈલેક્ટ્રિક કારની કેટલીક ખામીઓને કારણે તેમની સાથે સમસ્યાઓ પણ આવે છે.(Electric…

Electric Supercar launch: દુનિયાભરના લોકો હવે ઈલેક્ટ્રિક કાર લેવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ ઈલેક્ટ્રિક કારની કેટલીક ખામીઓને કારણે તેમની સાથે સમસ્યાઓ પણ આવે છે.(Electric Supercar launch) ખાસ કરીને તેમની ઓછી રેન્જ અને ચાર્જિંગમાં લાંબો સમય લાગે છે અને દરેક જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા નથી. આ કારણે કંપનીઓ સતત એવી ઈલેક્ટ્રિક કાર બનાવી રહી છે જેની રેન્જ સારી હોય છે.

તેની સાથે ઘણી વખત ઈલેક્ટ્રિક કારમાં પાવરનો અભાવ પણ જોવા મળે છે. જેના કારણે આ કાર હાઇવે ડ્રાઇવ માટે યોગ્ય માનવામાં આવતી નથી. આ તમામ ખામીઓને કારણે પેટ્રોલ કે ડીઝલ કારની સરખામણીમાં ઈલેક્ટ્રિક કાર હજુ પણ વેચાણમાં પાછળ છે. પરંતુ હવે આવી ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં આવી રહી છે, જેને સુપરકાર કહેવું ખોટું નહીં હોય. આ કારની ખાસિયત તેની પાવર, સ્પીડ અને રેન્જ છે. એવું માનવામાં આવે છે કે 2024માં આ કાર પણ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

અહીં અમે એમજીના સાયબરસ્ટર વિશે વાત કરી રહ્યા છીએ. MG એ 2021 માં સાયબરસ્ટરના કોન્સેપ્ટ મોડલનું પ્રદર્શન કર્યું. તેને સુપરકાર કરતાં વધુ રોડસ્ટર કહેવું ખોટું નહીં હોય. જ્યારથી આ રોડસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યું ત્યારથી લોકો તેની માંગ કરી રહ્યા છે. જે બાદ કંપનીએ આ વર્ષે તેનું પ્રોડક્શન મોડલ પણ પ્રદર્શિત કર્યું. હવે 2024માં કંપની તેનું વેચાણ શરૂ કરશે. આ બે સીટર કન્વર્ટિબલ કાર હશે.

શું છે વિશેષતા?
કંપની સાયબરસ્ટરને ડ્યુઅલ મોટર સેટઅપ સાથે લોન્ચ કરશે. તે ઓલ વ્હીલ ડ્રાઈવ હશે. તેની મોટર 528 bhp નો પાવર અને 725 Nm નો મહત્તમ ટોર્ક જનરેટ કરશે. કારની ખાસિયત તેની ટોપ સ્પીડ હશે. તે માત્ર 3.2 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *