હાથરસ કાંડમાં રાજ્ય સરકારે નેતાઓ વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી – જાણો જલ્દી…

UP રાજ્યનાં હાથરસ જિલ્લામાં રાજદ્રોહ તેમજ લોકોને ઉશ્કેરવાનાં પ્રયાસનાં કેસમાં UP પોલીસ દ્વારા એક રાજનેતા અને એક પત્રકારની વિરૂદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. આ બન્નેની વિરૂદ્ધ અજ્ઞાત તરીકે કેસ નોંધવામાં આવ્યો છે. આ દરેક ઉપર લોકોને ભડકાવવાનું, ગુનાહિત કાવતરા રચવાનું તેમજ હાથરસ કાંડ પર ખોટી અફવા ફેલાવવાની કલમોમાં કેસ નોંધાયો છે.

આ બધા વિરુદ્ધ હાથરસનાં ચંદપ્પા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. હાથરસ બનાવમાં નોંધવામાં આવેલ 3 FIRમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર સાથે કુલ 680 લોકો પર કલમ ​​144નો ભંગ કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. UPમાં નોંધાયેલા 19 પ્રાથમિક રિપોર્ટસ પછી આ FIR કરવામાં આવી છે. એમાંથી 13 લોકો પર FIR સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવા તેમજ શાંતિનો ભંગ કરવા બદલ નોંધવામાં આવી છે. આ અગાઉ રવિવારનાં રોજ પોલીસ કર્મચારીએ નોંધાવેલી FIRમાં પીડિતાનાં પરિવાર ઉપર દબાણ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

50 લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું!
ફરિયાદ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પીડિતાનાં પરિવારજનો ઉપર ખોટું નિવેદન આપવાનું દબાણ હતું તેમજ રાજનેતા દ્વારા 50 લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ફરિયાદ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, પીડિતાનાં ભાઈને એક પત્રકાર તરફથી તેનાં પિતાને મીડિયામાં નિવેદન આપવા સમજાવવામાં આવ્યું હતું. આની સાથે તેનાં પિતાને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તેઓ સરકારની કામગીરીથી ખુશ નથી એમ બોલે.

સોશિયલ મીડિયાથી અશાંતિ ફેલાય તેવું કાવતરું
સોમવારનાં રોજ એડીજી પ્રશાંત કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયાથી UP રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો હતો. પછીમાં UPનાં CM યોગી આદિત્યનાથ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિદેશમાંથી મળતા પૈસાથી UPમાં જાતિ તેમજ ધર્મનાં નામે મતભેદ ફેલાવવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ કેસમાં સબ ઇન્સપેક્ટર અવધેશ કુમારે દ્વારા કરવામાં આવેલી ફરિયાદનાં આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કલમોમાં કેસ
ફરિયાદ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અસામાજિક તત્વો સામાજિક સમરસતાને પ્રભાવિત કરવા UP સરકાર વિરુદ્ધ કાવતરા ઘડી રહ્યા છે. FIRમાં IPCની કલમ 124-એ, 153-એ, 153-બી, 195 તેમજ 195-એ ને જોડવામાં આવી છે. આ સિવાય ચંદપ્પા તેમજ હાથરસ ગેટ પોલીસ મથકો ઉપર કલમ ​​144 નો ભંગ કરવા બદલ બીજા બે કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *